બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૃ : કચ્છના ૪૨,૩૮૪ વિદ્યાર્થીઓ આપશે કસોટી
- આગામી તા.૧૧ માર્ચથી પ્રારંભ થનારી
- ધો.૧૦માં ૨૬,૧૩૭, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૬૦૭ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪,૬૪૦ વિદ્યાર્થીઓનો સમાવેશ
ભુજ,બુધવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૧૧ માર્ચાથી પ્રારંભ થનારી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વખતે કચ્છના ૪૨,૩૮૪ વિદ્યાર્થીઓ બેસનાર છે. જેમાં ધો.૧૦ના ૨૬,૧૩૭, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧૬૦૭ અને સામાન્ય પ્રવાહના ૧૪,૬૪૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
બોર્ડની પરીક્ષાના આ એક્શન પ્લાન મુજબ, કચ્છની વાત કરીએ તો ધો.૧૦ માટે ભુજ, ગાંધીધામ અને નખત્રાણા જયારે ધો.૧૨ માટે ભુજ અને ગાંધીધામ એમ કુલ પાંચ ઝોનમાંથી પરીક્ષા લેવાશે. ધો.૧૦ના ૩૭ કેન્દ્ર અને ૧૦૫ બિલ્ડિંગ, ૯૧૨ બ્લોકમાં ૨૬,૧૩૭ છાત્રો પરીક્ષા આપશે. ધો.૧૨ સાયન્સના ૧૬૦૭ તાથા સામાન્ય પ્રવાહના ૧૪૬૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
કચ્છના ૨૦ અતિ સંવેદનશીલ કેન્દ્રો પર પેરા મિલિટરીના જવાનોને તૈનાત રાખવામાં આવશે. ભચાઉ તેમજ રાપર તાલુકામાં આ સંવેદનશીલ કેન્દ્રોનો સમાવેશ થાય છે. તમામ કેન્દ્રો પર ગેરરિતી અટકાવવા સીસીટીવીથી કેન્દ્રોને સજ્જ કરવામાં આવ્યા છે. ઝોન કક્ષાના અિધકારીઓ, કેન્દ્ર સંચાલકો, સુપરવાઈઝરો અને અન્ય સ્ટાફની નિમણુંક માટેની કાર્યવાહી ચાલુ છે. આવતીકાલાથી સ્ટાફને તાલીમ આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો આસપાસ બંદોબસ્ત ગોઠવાશે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સૃથાનેાથી પરીક્ષા સમિતીની નિમણુંક કરાશે. પરીક્ષાલક્ષી જાહેરનામા બહાર પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિદ્યાર્થીઓ અને વાલીઓનું મનોબળ ઉંચુ લાવવા ગત રોજ ભુજમાં વર્કશોપનું આયોજન કરાયું હતું. જયારે થોડા દિવસો પહેલા નબળા પરિણામવાળી શાળાઓના આચાર્યોની ચિંતન બેઠક બોલાવાઈ હતી.
પરીક્ષાને લગતી કોઈ પણ સમસ્યા હોય તો જિલ્લા શિક્ષણાિધકારી કચેરી ખાતે સવારે ૧૦.૩૦ થી સાંજના ૬.૧૦ સુાધી કંટ્રોલ રૃમ શરૃ કરાશે.
સમગ્ર ગુજરાતમાં પરીક્ષાઓનો માહોલ શરૃ થઈ રહ્યો છે ત્યારે સરકારી તંત્ર અને શિક્ષણ તંત્ર વિદ્યાર્થીઓને સાનુકૂળ બને તેવા તમામ પ્રકારના આયોજનો કરવામાં વ્યસ્ત બન્યાં છે. પરીક્ષા કેન્દ્રો ઉપર ખલેલ ન પહોંચે તે માટે આવશ્યક બંદોબસ્ત ગોઠવવા સહિતના આયોજન પોલીસ તંત્ર દ્વારા કરાશે.