Get The App

કચ્છ બેઠક ઉપર ભાજપના વિનોદ ચાવડાની હેટ્રીકઃ 2.68 લાખ મતે જીત

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
કચ્છ બેઠક ઉપર ભાજપના વિનોદ ચાવડાની હેટ્રીકઃ 2.68 લાખ મતે જીત 1 - image


કોંગ્રેસના નિતેશ લાલણને મ્હાત કર્યાઃ ક્ષત્રિય આંદોલન સહિતના મુદા કોંગ્રેસના ઉમેદવારને કોઈ લાભ અપાવી ન શક્યા

ભુજ: કચ્છ- મોરબી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ હેટ્રીક નોંધાવીને વિજય હાંસલ કર્યો છે. વિનોદ ચાવડાએ ૨.૬૮ લાખ મતથી કોંગ્રેસના નિતેષ લાલણને પરાજીત કર્યાં છે. ક્ષત્રિય આંદોલન સહિતના મુદા કોંગ્રેસના ઉમેદવાર નિતેષ લાલણને કોઈ લાભ અપાવી શક્યા ન હતા. ભાજપના ઉમેદવારની સક્રિયતા ઉપરાંત વડાપ્રધાનનો ચહેરો મતદારોમાં ચાલ્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે. 

કચ્છ લોકસભા બેઠકમાં આવતા ૭ વિધાનસભા વિસ્તારોના મત માટે અહીં સાત કાઉન્ટીંગ હોલ ઉભા કરવામાં આવ્યા હતા. ૧૦.૯૫ લાખ  મતોની ગણતરી માટે કુલ ૧૪ ટેબલ ઉપર ૧૫૪ રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. કચ્છ લોકસભા બેઠક પર મત ગણતરીના અંતે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ બાજી મારી  વિજયની હેટ્રીક નોંધાવી હતી. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ૬,૫૯,૫૭૪ મત જયારે કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણને ૩,૯૦, ૭૯૨ મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર વિનોદભાઈએ ૨,૬૮,૭૮૨ મતથી લીડ મેળવી હતી.

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ અને પ્રદેશ કક્ષાએથી અપાયેલી સુચનાને પગલે કચ્છમાં પણ સાદગીથી અભિનંદન પાઠવી શુભેચ્છાઓની આપ-લેે કરવામાં આવી હતી. જીત બાદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છની સાતેય વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓએ મારા માટે ખુબ મહેનત  કરી અને લોકોએ જે મારા પર વિશ્વાસ મુકયો એના માટે હું બધાનો ખુબ ખુબ આભાર માનું છું.

ગત ચૂંટણી કરતા ભાજપને ૨૨૫૪૦ મત વધુ મળ્યા

ગત ૨૦૧૯ ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિનોદભાઈને ૬,૩૭,૦૩૪ મત મળ્યા હતા જયારે આ વખતે ૨૦૨૪ની ચૂંટણીમાં ૨૨૫૪૦ વધુ મત મળ્યા છે. 

કોંગ્રેસને ગત ચૂંટણી કરતા ૫૯ હજાર મત   વધુ મળ્યા

ગત ૨૦૨૪ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીને ૩,૩૧,૫૨૪ મત મળ્યા હતા જયારે આ વખતે ૨૦૨૪માં કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણને ૫૯,૨૬૮ મત વધુ મળ્યા છે. જો કે તેમની હાર થઈ છે.

કચ્છ બેઠક ઉપર સાત ટર્મથી ભાજપનો વિજય

ગુજરાત લોકસભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ ક્રમાંકિત કચ્છની લોકસભા બેઠક ૧૯૯૬થી ભાજપનો ગઢ રહી છે. અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર ઉપરાંત મોરબી વિધાનસભાની સાતેય બેઠક વર્ષ ૨૦૨૨માં  ભાજપે જીતી હતી. કચ્છ લોકસભા સીટ ઉપર છેલ્લી સાત ટર્મથી ભાજપનો વિજય થતો આવ્યો છે. 



Google NewsGoogle News