Get The App

ચિત્રોડ નજીક ટ્રેઇલરે હડફેટે લેતા બાઇક સવાર માતા-પુત્રનું મોત

Updated: May 12th, 2024


Google NewsGoogle News
ચિત્રોડ નજીક ટ્રેઇલરે હડફેટે લેતા બાઇક સવાર માતા-પુત્રનું મોત 1 - image


ટ્રેઇલરે બાઇક ૨૦ ફૂટ સુધી ઢસડી, કાનમેરથી લાકડીયા તરફ જતાં સમયે બન્યો બનાવ 

ગાંધીધામ: રાપર તાલુકાના ચિત્રોડ નજીક અકસ્માત સર્જાયો હતો. શનિવાર બપોરે આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં લાકડીયા પાસે આવેલા પગીવાંઢના રહેવાસી માતા-પુત્ર ટ્રેઇલર અડફેટે આવી જવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજયા હોવાની કરુણાતીકા સર્જાઈ હતી. 

ઘટના અંગે ગાગોદર પોલીસે વિગતોના આપતા જણાવ્યુ હતું કે, શનિવારે બપોરના સમયે રાપર તાલુકાના કાનમેર ગામથી પોતાના ગામ ભચાઉ તાલુકાના લાકડીયા પાસે આવેલી પગીવાંઢ તરફ જતા ૪૫ વર્ષીય બાઇક ચાલક રમેશ કરમશી કોલી અને તેમના ૬૨ વર્ષીય માતા વખુબેન પાછળથી આવતા ટ્રેઇલરની હડફેટે ચડી જતા ગંભીર ઇજાઓ પામ્યા હતા. ઘાયલોની સારવાર માટે એમ્બ્યુલન્સ બોલવાઈ હતી પરંતુ તે પહેલા જ બંને હતભાગી માતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ  અકસ્માતની ગંભીરતા એ હતી કે હડફેટે ચડેલું બાઇક ટ્રેઇલર સાથે અંદાજીત ૨૦ ફૂટ સુધી ઢસડાયું હતું. હાલે આ ઘટના અંગે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News