માખેલ નજીક અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
માખેલ નજીક અકસ્માતમાં બાઈક ચાલકનું મોત 1 - image


મોટી ચીરઈ માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરમાં યુવકે દમ તોડયો

ભુજ : રાપર તાલુકાના માખેલ નજીક અકસ્માતમાં બાઈક સવારે દમ તોડી દીધો હતો. જ્યારે ભચાઉ તાલુકાના મોટી ચીરઈ માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરમાં યુવકે દમ તોડી દીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ તેમજ અમરશીભાઈ નેણશીભાઈ મારાજએ આડેસર પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. બાઈક ચાલક નેણશી નથુભાઈ મઢવીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. 

જ્યારે મોટી ચીરઈ ઓવરબ્રીજ પર અજાણ્યા વાહન ચાલકે પ્રકાશ ઉર્ફે બાદલને હડફેટે લઈ મોત નીપજાવ્યું હતું. હતભાગી યુવક પગપાળા જઈ રહ્યો હતો ત્યારે ઘટના બનવા પામી હતી. ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં તપાસ હાથ ધરી છે. આ બનાવમાં વેલાભાઈ કારાભાઈ કોલીએ ફરિયાદ નોંધાવી છે. 


Google NewsGoogle News