કોરોના કાળમાં ભુજ એરપોર્ટને ૮.૨૪ કરોડનું નુકસાન, કંડલા નફો કરવામાં સફળ
- લોકસભાના શિયાળુ સત્રમાં રજૂ કરાયેલી વિગતો અનુસાર
- વડોદરા એરપોર્ટને ૫૧.૨૨ કરોડનું સૌથી વધુ નુકસાન અને જામનગર એરપોર્ટને સૌથી ઓછું ૩.૧૫ કરોડનું નુકસાન
ભુજ,શનિવાર
કોરોના કાળ દરમિયાન દેશના કેટલાય એવા એરપોર્ટ છે નાણાંકીય વર્ષ દરમિયાન નફો રળવામાં સફળ રહ્યા છે તો અમુક એરપોર્ટને નુકશાની સહન કરવી પડી છે. અમદાવાદ એરપોર્ટમાં કોરોના કાળ દરમિયાન બંધ રહેલી ફલાઈટ અને અનલોક બાદ મુસાફરોની અવરજવરમાં ઘટાડો થવાના કારણે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. ગત વર્ષે કોરોનાને કારણે અમદાવાદ એરપોર્ટને રૃપિયા ૧૦૯.૮૯ કરોડની ખોટ થઈ હોવાનું સામે આવ્યુ છે તો બીજીતરફ કચ્છના કંડલા અને પોરબંદર એરપોર્ટ નફો કરવામાં સફળ રહ્યા છે.
લોકસભાના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ જોઈએ તો કોરોનાને પગલે ગત નાણાંકીય વર્ષમાં દેશના મોટા ભાગના એરપોર્ટને નુકશાન થયુ હતુ. અમદાવાદ એરપોર્ટને વર્ષ-૨૦૧૯-૧૯માં રૃપિયા ૫૨.૪૬ કરોડ અને ૨૦૧૯-૨૦માં રૃપિયા ૪૫.૭૧ કરોડનો નફો થયો હતો. પરંતુ, કોરોના કાળમાં બે મહિના ફલાઈટ બંધ રહેવાના લીધે મુસાફરોનો પ્રવાહ ઘટયો હતો એટલે નુકશાની સહન કરવી પડી હતી. જયારે કંડલા અને પોરબંદર એરપોર્ટ નફો કરવામાં સફળ રહેલ. રાજ્યના વિવિાધ એરપોર્ટને થયેલી ખોટ અંતર્ગત કચ્છના ભુજ ખાતે આવેલ એરપોર્ટને પણ ૮.૨૪ કરોડની નુકશાની સહન કરવી પડી હતી. સૌથી વધુ નુકશાની સુરત એરપોર્ટને વડોદરા એરપોર્ટને ૫૧.૨૨ કરોડની નુકશાની અને સૌથી ઓછી નુકશાની જામનગર એરપોર્ટને ૩.૧૫ કરોડની થઈ હતી.