ભુજઃ ભીડ નાકા પાસે ઘરમાં દેશી બંદૂકનું 'મીની કારખાનું' પકડાયું
- ચાર વર્ષથી દેશી બંદૂક બનાવતો અનસ લુહાર ૪ કારતુસ, એરગનના શોટ્સ, બંદૂકના હાથા સાથે રંગેહાથ ઝડપાયો
ભુજ, ગુરૃવાર
ભુજ શહેરના ભીડનાકા બહાર દાદુ પીર રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે સવારે દરોડો પાડીને હાથ બનાવટની દેશી બંદુક બનાવવાના કારખાનનો પર્દાફાશ કર્યો છે. એક આરોપીને બંદુક બનાવવાના સાધનો સાથે ચાર જીવતા કારતુસ સાથે ઝડપી પાડી વાધુ પુછપરછ હાથ ધરી છે.
પશ્ચિમ કચ્છ એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ બાલુભા જાડેજાને મળેલી બાતમી પરાથી એસઓજીની ટીમે દાદુપીર રોડ પર રહેતા અનસ ઉમર લુહાર (ઉ.વ.૪૧)ના ઘરેાથી બંદૂકનું મીની કારખાનું પકડયું છે. મકાનમાંથી દેશી બંદુક બનાવવાની સામગ્રી તાથા બોરગનના જીવતા કારતુસ નંગ ૪, એરગન સીસાના શોર્ટસ (સ્લગ્સ), સીસાના છરા, લોખંડના ટ્રીગર, જેવાં કુલ ૩૨ ઓજારો સાથે આરોપી અનીસને દબોચી લીધો હતો. બી ડિવિઝન પોલીસ માથકે આર્મ એક્ટનો ગુનો દાખલ કરાવી આરોપી દેશી બંદુકનું કારખાનું કેટલા સમયાથી ચલાવતો હતો. કોને કોને વેચી છે. અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે સહિતની વિગતો જાણવા આરોપીને શુક્રવારે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરાશે તેમ એસઓજીના ઇન્સ્પેક્ટર વી.વી.ભોલાએ જણાવ્યું હતું.
અનસ દેશી બંદૂક બનાવતાં દાદા પાસેથી શીખ્યો હતો
દેશી બંદુક બનાવવાના સાધનો સાથે પકડાયેલા અનસે પોલીસની પુછતાછમાં જણાવ્યું હતું. કે, તેમના ઘરમાં લુહારી કામ લાંબા સમયાથી થઇ રહ્યું છે. બંદુક બનાવવાનુ છેલ્લા ચાર વર્ષાથી શરૃ કર્યુ હતું. બંદુક બનાવતાં તેને તેમના દાદાએ શીખડાવ્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. હાલ આરોપીએ અત્યાર સુાધી કેટલા હિાથયાર બનાવ્યા છે. કોને કોને સપ્લાય કર્યા છે. તે સહિતની વિગતો જાણવા જીણવટ ભરી તપાસ શરૃ કરી છે.