સાતસો વર્ષથી ભવાઈ (નાટક) રજૂ કરી લોકોને મનોરંજન પૂરું પાડતા ભવાયા
- ટી.વી.મોબાઈલ યુગ આવતા લાઈવ મનોરંજન ક્રાર્યક્રમ ઓછા થતા જાય છે
- નવી પેઢીને ભવાઈમાં જરા પણ રસ ન હોવાથી ભવાઈનો આ છેલ્લો દસકો
આણંદપર(યક્ષ)તા.૨૮
આજના ટી.વી.મોબાઈલ યુગમાં આવા લાઈવ મનોરંજન કાર્યક્રમો ઓછા થતા જાય છે.છતા પણ ગામડાઓમાં આવા કાર્યક્રમો જોવા મળી રહ્યા છે.આ બાબતે રમેશભાઈ ભવાયા (મારાજે) જણાવ્યું હતુ કે અમારા વડવાઓ સાતસો વર્ષાથી આવા નાટકો રજુ કરી લોકોને મનોરંજન પુરૃ પાડતા આવ્યા છે.અને હાલ પણ ચાલુ છે.રમેશભાઈ જણાવે છે કે સાતસો વર્ષાથી અમો આ ભવાઈ (નાટક) કરતા આવ્યા છીએ જે જેઠ મહિનામાં અમો અમારા વતન કુણાધેર(પાટણ) થી નીકળી કચ્છ આવીએ છીએ.જે છેક શ્રાવણ વદ ત્રીજ પછી પાછા અમારા વતન જવા નીકળીએ છીએ.આમ અમો અઢી માસ કચ્છમાં રહીએ છીએ.અને ભવાઈ ભજવીએ છીએ. કચ્છમાં જયા પાટીદાર સમાજના લોકો રહે છે.ત્યાં અમો ભવાઈ(નાટક) ભજવીએ છીએ. ગુણાતીપુર, ખેડોઈાથી કરીને ઘડુલી, ધારેશી, દુર્ગાપુર,નવાવાસ એમ સવા સો થી પણ ઉપર કચ્છમાં આવેલ કડવા પાટીદાર પટેલ સમાજના લોકો રહે છે.ત્યાં અમો જઈને નાટક ભજવી મનોરંજન પુરૃ પાડીએ છીએ.
વર્ષો પહેલા ભવાયાના દશ પેડા(નાટક મંડળી)ઓ હતી.હાલ ઘટીને ચાર પેડા (નાટક મંડળી)ઓ રહી છે.પહેલા નારણ મારાજ, કાલીદાસ મારાજ,હરગોવિદ મારાજ,જીવા બાપા,લાલજી મારાજ,મોરાર મારાજ,મગા મારાજ તેમજ મણીરામ મારાજના નામે ઓળખાતા હતા.આ એક પેડામાં વીસાથી પચીસ ભવાયા(મારાજ) આવતા હતા. રાત્રીના સમયે ગામમાં આવેલ ચોકમાં નાટક ભજવતા.તેમજ લોકોને મનોરંજન પુરૃ પાડવા વન્સમોરનો કાર્યક્રમ રાખવામાં આવતો અને તેનો ચાર્જ લેવામાં આવતો.જેમાં લોકો મનગમતા ગીતો ગવડાવતા જે લોકોને ગીત પસંદ ના પડે તો ડબલ રૃપિયા આપીને પોતાનું મનપસંદ ગીત ગવડાવતા.લેડીઝનું પાત્ર પણ જેન્સ લેતા હાલ આમા પણ દશાથી પંદર વર્ષ થયાં થોડો બદલાવ આવ્યો છે.ીના પાત્ર માટે અને વન્સમોરના કાર્યક્રમ માટે લેડિઝને તેડીને આવવું પડે છે.અને તેમને માસીક દશાથી પંદર હજાર પગાર આપવામાં આવે છે.
પહેલા આ પેડામાં ભવાયા શિવાય કોઈપણ નહોતું આવતું.હાલ આ પેડામાં બીજી જ્ઞાતીના લોકો પણ આવે છે.પેડામાં વિસાથી પચીસના બદલે દશાથી બાર લોકોજ આવે છે.આ ભવાયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.રમેશભાઈ ભવાયા એ જણાવવાતા કહ્યું હતું કે આવતા વર્ષોમાં આ ભવાઈ (નાટક) બંધ થઈ જશે.આવનારી પેઢી આવા નાટક કરવામાં રસ નાથી સાથે અમારા છોકરાઓ અને પોતરાઓ આજે ભણી ગણીને આગળ વધ્યા હોવાથી નોકરીઓ કરવા લાગી ગયા છે.અમો અમારો વારસો સાચવી ભવાઈ(નાટક) કરી રહ્યા છીએ.અને લોક ફાળો ઉઘરાવીએ છીએ જે પહેલાની દ્રષ્ટિએ ઘટાડો જોવા મળી રહ્યો છે.આ સમાજના ઘરે પુત્રનો જન્મ થતો એટલે ભવાયા(મારાજ) પાસે હાલરડું ગવરાવતા ત્યારે હાલરડામાં સારી એવી આવક થતી હતી.હાલની પરિસિૃથતિ જોતા આ સમાજના લોકો ધંધાર્થે બહાર વસતા હોવાથી હાલરડાની પ્રાથા ઓછી થઈ ગઈ છે.
વર્ષો પહેલા અમો આ સમાજના ગામમાં ચારાથી પાંચ દિવસ સુાધી એકજ ગામમાં રહેતા અને હાલરડા ગાતા સાથે સમાજના લોકો તરફાથી પાકુ સીધુ(જમણ) મળતું જે આજે આ બાધુ ઓછું થતું જાય છે.પહેલા દશ પેડાની જગ્યાએ આજે ત્રણાથી ચાર પેડા રહ્યા છે.આવતા વર્ષોમાં ભવાઈનો અંત આવી જશે.જુના અને મોટી ઉંમરના છઈએ આવીએ છીએ.સાથે લેડીસોને લેવી પડતા ખર્ચ પણ વાધતા જાય છે.આજે દિવસેને દિવસે મોંઘવારી વાધતી જાય છે.તેની સામે લોક ફાળામાં વાધારો જેવો જોઈએ તેવો નાથી.જેાથી કરીને નવી પેઢી આ ભવાઈના વ્યવસાયાથી નવી પેઢી દૂર જવા માંગે છે.નોકરી તરફ પ્રયાણ કરતા આ ભવાઈનો અંત આવશે તેવું રમેશભાઈ ભવાયા(મારાજે) જણાવ્યું હતું. કોરોનાની મહામારીના કારણે ૨૦૨૦માં ભવાયા આવ્યા નહોતા પણ આ વર્ષ ૨૦૨૧ માં ભવાયાનું એકજ પેડુ (મંડળી) આવી હતી.આમ દર વર્ષે ચાર પેડા આવતા હોય છે. આ કોરોના મહામારીના કારણે આવતા નાથી. લોકોને મનોરંજન કરાવતા આ ભવાયાને પણ કોરોનાનું ગ્રહણ નડતા એમની રોજી રોટી પર પણ બ્રેક લાગ્યો છે.*