અબડાસા નજીક નોડે વાંઢમાં મામાની વાડીમાં ફાંસો ખાઇ ભાણેજનો આપઘાત

-જખૌના દરિયામાં ડૂબી જતાં વલસાડના માછીમારનું મોત

- ડોણ ગામના જૈન પ્રૌઢનું ભુજમાં એસ.ટી.બસમાંથી ઉતર્યાં ને હૃદય બેસી ગયું

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
અબડાસા નજીક નોડે વાંઢમાં મામાની વાડીમાં ફાંસો ખાઇ ભાણેજનો આપઘાત 1 - image

ભુજ, ગુરૃવાર 

પશ્ચિમ કચ્છમાં અમમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવોમાં બે યુવાન અને એક વયસ્કના જીવન પર પૂર્ણ વિરામ મુકાઇ ગયો છે. અબડાસાના નોડેવાંઢમાં મામાની વાડીમાં ભાણેજે ગળે ફાંસો ખાઇ ફાનિ દુનિયા છોડી દીધી હતી. તો, જખૌ બંદરે બોટ પરાથી દરિયામાં પડી જતાં વલસાડના માછીમારનું મોત નીપજ્યું હતું. જ્યારે, માંડવીના ડોણ ગામના જૈન પ્રૌઢનું ભુજમાં એસ.ટી.બસમાંથી ઉતર્યા બાદ હ્રદય બેસી ગયું હતું.

અબડાસા તાલુકાના નોડેવાંઢમાં રહેતા મુળ મુંદરા તાલુકાના ધ્રબ ગામના ૩૫ વર્ષીય સાજીદ અબ્દુલ રજાક તુર્ક નામના યુવાને તેમના મામાની વાડીમાં કોઇ અગમ્ય કારણોસર બુાધવારે સાંજે સાડા પાંચાથી સાડા છ વાગ્યાના અરસમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ મૃતકના મામા હાસમ મામદ નોડેએ કોઠારા પોલીસ માથકે કરતાં પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મરણજનાર માનસિક વિચલિત હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. જ્યારે મૂળ વલસાડના હાલ ઇશ્વરભાઇ સોમાભાઇ ટંડેલની બોટમાં કામ કરતા ૫૨ વષય કિશોરભાઈ છનાભાઈ રાઠોડ ગત ૨૬ નવેમ્બરના રોજ જખૌના દરિયામાં માછીમારી માટે ગયા હતા. પરત જખૌ બંદર પર આવતા હતા ત્યારે દરિયામાં તેમની બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું. બોટ ડૂબવા લાગી હતી. દરમિયાન બચાવ માટે આવેલી બોટમાં રસ્સો પકડીને ચડવા જતાં દરિયામાં પડી ગયા હતા. અને તેમનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. જખૌ પોલીસ માથકે બુાધવારે એડી જાહેર કરાઇ હતી. તો, ગુરૃવારે બપોરે માંડવીના ડોણ ગામેાથી ભુજ રેલ્વે સ્ટેશન પહોંચવા એસ.ટી. બસમાં આવી રહેલા જૈન પ્રૌઢ ભુજના ડાઉનહોલ સામે એસ.ટી. બસમાંથી ઉતર્યા અને રિક્ષા ચાલકોને રેલ્વે સ્ટેશન જવાનું કહ્યુને રોડ પર ઢળી પડયા હતા. બનાવને પગલે રિક્ષા ચાલકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલ પહોંચાડયા હતા. જ્યાં હાજર પરના તબીબે જૈન પ્રૌઢને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો. મૃતક પાસે રહેલો મોબાઇલ સ્ક્રિન લોક હોવાથી પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે હતભાગીના પરિવારજનોની તપાસ કરવા આગળની તજવીજ હાથ ધરી હતી.


Google NewsGoogle News