Get The App

પત્રી ગામની ભક્તિએ ડોક્ટર બની મહેશ્વરી સમાજની અન્ય દિકરીઓ માટે નવો રાહ ચીંધ્યો

- 'પોલીસ પિતા અને શિક્ષિકા માતાનું સ્વપ્ન હતું કે દિકરી ડોક્ટર બને'

- કોરોના કાળમાં ભય વિના દર્દીઓની સેવા કરી ફિલિપાઈન્સમાં એમ.બી.બી.એસ.નું ભણતર પૂરું કર્યુ

Updated: Dec 29th, 2022


Google NewsGoogle News
પત્રી ગામની ભક્તિએ ડોક્ટર બની મહેશ્વરી સમાજની અન્ય દિકરીઓ માટે નવો રાહ ચીંધ્યો 1 - image

ભુજ,બુધવાર

'સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય' અને 'કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નાથી' આવી બાબતો નાનપણાથી આપણને શાળામાં અને ઘરમાં પણ શીખવાડવામાં આવે છે પરંતુ આ બાબતોને ખરેખર ગંભીરતાથી લઈને તેને જીવનમાં ઉતરવાનું કામ કેટલાક વીરલાઓ જ કરે છે અને જે વિરલાઓ આ બાબતને જીવનમાં ઉતારે છે તેમને પછી જીવનમાં કયારેય પાછું વળીને જોવું નાથી પડતું. આવી જ એક વિરલ દિકરી છે મુંદરા તાલુકાના પત્રી ગામની. જે આજે સખત મહેનત કરીને એમ.બી.બી.એસ. ડોક્ટર બની છે. દિકરી તો વ્હાલનો દરિયો કહેવાય છે અને જે દિકરી માટે એવું કહેવાય છે કે તે બે કુળ ઉજાળે છે. આજે જે દિકરીની આપણે વાત કરીએ છીએ તેના પિતા પશ્વિમ કચ્છ પોલીસ વિભાગમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવે છે. તેમનું પણ એક સ્વપ્ન હતું કે તેમની દિકરી ડોક્ટર બને અને દિકરી ભક્તિ એ ડોક્ટર બનીને પોતાના માં બાપનું સ્વપ્ન પૂરું કર્યુ છે જેના કારણે માં- બાપના હૈયે હરખ સમાતો નાથી. 

ભુજ ખાતે પશ્વિમ કચ્છ પોલીસ વિભાગમાં એ.એસ.આઈ. અને શિક્ષિકા માતાની ડોક્ટર દિકરીએ પરિવારને ગૌરવ અપાવ્યું છે. ઔમૂળ મુંદરા તાલુકાના પત્રી ગામના મહેશ્વરી સમાજની દિકરી ભક્તિ ખીમજીભાઈ મહેશ્વરીએ એમ.બી.બી.એસ. (ફિલિપાઈન્સની ડોક્ટરની ડિગ્રી)નું ભણતર પૂરું કરી સફળતા હાંસિલ કરી છે.

ભકિત મહેશ્વરીએ કોરોના કાળ દરમિયાન કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના દર્દીઓની સેવા કરી હતી અને સાથોસાથ એમ.બી.બી.એસ. (ફિલિપાઈન્સની ડોક્ટરની ડિગ્રી)નું ભણતર પૂરું કર્યુ છે. મુંદરાની ધી આગાખાન શાળામાં પ્રાથમિક અને માંડવીની શ્રી ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં બાયોલોજી સાથે ધો.૧૨ સુાધીનો અભ્યાસ કર્યો હતો. વર્ષ- ૨૦૧૬માં વિદેશની ધરતી પર જઈને સાડા પાંચ વર્ષની તબીબી કોર્ષ પૂર્ણ કરી ડોક્ટરની પદવી મેળવી છે. ભક્તિએ જણાવ્યું હતુ કે, કોરોના લહેર દરમિયાન કોરોના દર્દીઓ વચ્ચે રહી લોકોની સેવા કરી શકી તેનો મને આનંદ છે.

ભક્તિના પિતા ખીમજીભાઈ મહેશ્વરી પશ્વિમ જિલ્લા પોલીસ કંટ્રોલ કક્ષ ખાતે ઈન્ચાર્જ તરીકે જયારે માતા લક્ષ્મીબેન કન્નડ ભુજ હાથી સૃથાન કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ઔફરજ બજાવે છે. મહેશ્વરી પરિવારની દિકરી ભક્તિએ પોતાના સમાજની અન્ય દિકરીઓ માટે પણ નવો રાહ ચીંધ્યો છે. 


Google NewsGoogle News