Get The App

ગુજરાતમાં દરિયાકાંઠેથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું

Updated: Apr 21st, 2022


Google NewsGoogle News
ગુજરાતમાં દરિયાકાંઠેથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું 1 - image

ભૂજ,તા. 21 એપ્રિલ 2022,ગુરૂવાર

ગુજરાતમાં છેલ્લા એક-દોઢ વર્ષથી મોટા પ્રમાણમાં ડ્રગ્સના રેકેટ ઝડપાઈ રહ્યાં છે. દર વખતે મુંદ્રા પોર્ટની આસપાસથી જ આ ડ્રગ્સનો જથ્થો પકડાતો હોય છે પરંતુ આ વખતે ગુજરાતના અન્ય એક દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

ATS અને DRIના સંયુક્ત ઓપરેશનમાં કંડલા પોર્ટ પરથી 2500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.

ગુજરાતમાં દરિયાકાંઠેથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું 2 - image

અહેવાલ અનુસાર કચ્છના કંડલા પોર્ટ પરથી 250 કિલો જેટલો હેરોઈનનો જથ્થો ઝડપાયો છે. આ ડ્રગ્સની ડિલિવરી અફઘાનિસ્તાનથી કરવામાં આવી હતી. સંયુક્ત ઓપરેશનમાં પકડાયેલ ડ્રગ્સનું અંદાજિત મૂલ્ય 2 હજાર 500 કરોડનું અનુમાન છે.

જોકે કંડલા પોર્ટ પર અફઘાનિસ્તાનથી આવેલ કન્ટેનરમાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે અને વધુ ડ્રગ્સ પકડાઈ શકવાની એજન્સીઓને આશંકા છે. તપાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે અંદાજે 5000 કરોડ કરતા વધુના ડ્રગ્સની ડિલિવરી થઈ હોવાની બાતમી મળી હતી. ગુજરાત ATSએ આ અંગે ઈનપુટ આપ્યુ હતુ. ડ્રગ્સ કોણે અને ક્યારે મંગાવ્યુ તે અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે.


Google NewsGoogle News