Get The App

ભુજ જમીન કૌભાંડમાં તત્કાલિન નાયબ કલેક્ટર ગલચરની ધરપકડ

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
ભુજ જમીન કૌભાંડમાં તત્કાલિન નાયબ કલેક્ટર ગલચરની ધરપકડ 1 - image


એક દિવસના રિમાન્ડ બાદ પાલારા જેલમાં ધકેલાયા 

ભુજ: નિયમોનો ભંગ કરીને ભુજની ૧.૩૮ એકર સરકારી ખરાબાની જમીન લાગુની જમીન તરીકે મંજૂર કરવાના અને બાદમાં તેને રહેણાંક હેતુ બિનખેતી કરી આપવાના ગુનામાં ભુજના તત્કાલિન નાયબ કલેકટર અને હાલ વડોદરામાં અધિક કલેક્ટરની રૂએ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના રીહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ પ્રોજેક્ટમાં ઈન્ચાર્જ જોઈન્ટ ડિરેક્ટર તરીકે હોદો સંભાળતા એસ.એલ.ગલચર સીઆઇડી ક્રાઇમમાં સામેથી હાજર થતાં તેમની ધરપકડ કરીને કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવી રિમાન્ડ પુરા થતાં પાલારા જેલમાં ધકેલી દેવાયા છે.

ગત ૨૧ સપ્ટેમ્બરના ભુજના મામલતદાર કલ્પના ગોંદિયાએ સીઆઇડી ક્રાઇમ બોર્ડર જોન પોલીસ મથકે જમીન પ્રકરણ અંગે પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા, બિલ્ડર સંજય શાહ, વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તપાસ દરમિયાન તત્કાલિન મામલતદાર આર.જે.વલવી, બિલ્ડરના મિત્ર હોટલ સંચાલક પ્રકાસ વજીરાણી, જેતે સમયના નિવાસી નાયબ કલેકટર ફ્રાન્સીસ સુવેરા, તત્કાલિન સર્કલ ઓફિસર સુરેન્દ્ર વી. દવે, સહિતનાઓની ધરપકડ કરાઇ હતી. જેમને પાલારા જેલમાં ધકેલી દેવાયા હતા. દરમિયાન આ કેસમાં તપાસનો રેલો પોતા પર આવશે તેવા ભય સાથે તત્કાલિન નાયબ કલેકટર એસ.એલ. ગલચર કોર્ટમાં આગોતરા જામીન માગ્યા હતા. જે નકારાતાં તત્કાલિન નાયબ કલેક્ટર ગલચર ગત ૧૬ નવેમ્બરના સીઆઇડી ક્રાઇમ પોલીસ મથકે સામેથી હાજર થઇ ગયા હતા. જેમને કોર્ટમાં પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બાદમાં રિમાન્ડ પુરા થતાં ૧૮ નવેમ્બરના રોજ પાલારા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા.


Google NewsGoogle News