અંજાર પાલિકાએ ૧૬ દબાણ હટાવ્યા, ૧૫ સ્વેચ્છાએ હટી ગયાઃ દબાણ હટાવ્યા બાદ લારીઓ કબ્જે કરાઇ

- ૨૦ દિવસ પહેલાં જ્યાંથી દબાણ હટાવ્યા ત્યાં ફરી દબાણ થઈ જતાં કાર્યવાહી

- દબાણ બાબતે પાલિકા અને પોલીસે કડક વલણ અપનાવતા ૩ કિ.મી.નો વિસ્તાર દબાણમુક્ત

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
અંજાર પાલિકાએ ૧૬ દબાણ હટાવ્યા, ૧૫ સ્વેચ્છાએ હટી ગયાઃ દબાણ હટાવ્યા બાદ લારીઓ કબ્જે કરાઇ 1 - image

ગાંધીધામ, તા. ૧૮ 

છેલ્લા ૨૦ દિવસોથી અંજારમાં દબાણ હટાવવાની કામગીરી થઈ રહી ચ્હે. જેમાં પાલિકાએ પહેલા નોટિસ આપ્યા બાદ ગત ૨૮ તારીખે અંજારના કળશ સર્કલાથી ગંગાનાકા સુાધીના વિસ્તારમાં કાચા-પાકા દબાણો હટાવી નાખ્યા હતા. પરંતુ તે કાચા દબાણો ફરી તેની જગ્યાએ ગોઠવાઈ જતાં અંજાર પાલિકા અને પોલીસ વિભાગે કડક વલણ અપનાવ્યું હતું અને ફરી દબાણ હટાવવાની કામગીરી કરી હતી. જેમાં ૧૬ કાચા દબાણો હટાવી પાલિકાએ કેબીનો કબ્જે કરી હતી તો આ કામગીરી જોઈ ૧૫ દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી નાખ્યા હતા. આ કામગીરી થઈ અંજારનો ૩ કી.મી. જેટલો વિસ્તાર દબાણ મુક્ત થયો હતો. 

આ અંગે અંજાર પાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગત ૨૮ ડિસેમ્બરના કળશ સર્કલાથી ગંગાનાકા સુાધીના વિસ્તારમાં કાચા દબાણો હટાવવામાં આવ્યા હતા પરંતુ નોટિસ આપી કામગીરી કર્યા બાદ પણ આ વિસ્તારમાં ફરી કાચા દબાણો ખડકી દેવામાં આવતા ૨૦ દિવસ બાદ માર્ગ અને મકાન વિભાગ, પીજીવીસીએલ, મામલતદાર કચેરી અને પોલીસ વિભાગને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કળશ સર્કલાથી ગંગાનાકા થઈ જેસલ-તોરલ સમાિધ સુાધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પાલિકાએ ૧૬ દબાણો હટાવ્યા હતા. જે દરમિયાન ૧૫ કાચા દબાણ કરનાર વ્યક્તિઓએ સ્વેચ્છાએ દબાણ હટાવી નાખ્યા હતા. જેાથી કુલ ૩૧ દબાણો હટયા હતા. પાલિકા આ બાબતે ખૂબ ગંભીર છે અને દબાણ હટાવવાની કામગીરી ચાલુ જ રહેશે તેવું ભાર પૂર્વક જણાવવામાં આવ્યું હતું. 



Google NewsGoogle News