અંજાર : વાડાની સીમમાં વાડીમાં બનેલી ઓરડીમાંથી 16.69 લાખની દારૂ સાથે એક ઝડપાયો

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
અંજાર : વાડાની સીમમાં વાડીમાં બનેલી ઓરડીમાંથી 16.69 લાખની દારૂ સાથે એક ઝડપાયો 1 - image


સ્થાનિક પોલીસ ઊંઘતી રહી, એલસીબીએ દરોડો પાડયો 

દારૂની ૪,૦૨૦ બોટલો, બે વાહન સહીત ૩૧.૭૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો 

ગાંધીધામ: અંજાર તાલુકાનાં વાડા ગામની સીમમાં આવેલી વાડીમાં પૂર્વ કચ્છ એલ સી બી ની ટીમે દરોડો પાડી વાડીના માલિકને વાડીમાં બનેલી બે ઓરડીમાં સંતાડીને વેચાણ અર્થે સંગ્રહ કરી રાખેલી વિદેશી શરાબની કુલ ૪,૦૨૦ બોટલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે બાકી ૪ આરોપી પોલીસને હાથ આવ્યા ન હતા. પોલીસે દરોડામાં શરાબની બોટલો સાથે આઇસર ટેમ્પો અને વાહન તેમજ એક મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૩૧,૭૭,૫૭૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી પૂર્વ કચ્છ એલ સી બી ની ટીમે અંજારનાં વાડા ગામની સીમમાં આવેલી વાડી પર બાતમી આધારે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે અંજારનાં નિંગાળ આહીરવાસમાં રહેતા વાડીનાં માલિક આરોપી વાલજીભાઇ જખુભાઈ વિરડાને પોતાની કબ્જાની વાડીમાં બનેલી ઓરડીમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી શરાબની ૩૩૫ પેટીમાં કુલ ૪,૦૨૦ બોટલ જેની કિંમત રૂ. ૧૬,૬૭,૫૮૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જેમાં આરોપી વાલજીભાઇને પોલીસે પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યુ હતું કે, આરોપી જીગર મોહનભાઇ વાળંદ, જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો નારૂભા વાઘેલા, મિતરાજસિંહ કિરીટસિંહ જાડેજા અને રાજેન્દ્ર સુરેન્દ્ર પ્રસાદ સાથે મળી વેચાણ અર્થે વિદેશી શરાબનો જથ્થો મંગાવ્યુ હોવાનું સામે આવ્યુ હતું. જેથી પોલીસે શરાબની બોટલો સાથે ટેમ્પો નં જીજે ૦૯ એવી ૨૪૬૦ અને ટાટા કંપનીનું યોધ્ધા વાહન નં જીજે ૧૨ બીવાય ૬૫૧૩ તેમજ એક મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૩૧,૭૭,૫૮૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે બાકીનાં ચાર આરોપી જીગર, જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો, મિતરાજસિંહ અને રાજેન્દ્ર પોલીસને હાથ આવ્યા ન હતા. પોલીસે તમામ ૫ આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધી બાકી ચાર આરોપીને ઝડપી પાડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.


Google NewsGoogle News