Get The App

મોસમનો મિજાજ બદલાતા ઝાપટાંથી એક ઈંચ વરસાદ

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
મોસમનો મિજાજ બદલાતા ઝાપટાંથી એક ઈંચ વરસાદ 1 - image


ભેજનું પ્રમાણ ઉંચું રહેતા ઉકળાટ અનુભવાયો

ગાંધીધામમાં એક ઈંચ તથા ભુજ સહિતના વિસ્તારોમાં ઝાપટાં વરસ્યા

ભુજ: ગુજરાત અને મહારાષ્ટ્રની નજીક સર્જાયેલી બે સિસ્ટમની નજીક સર્જાયેલી બે સિસ્ટમની અસર તળે ગઈકાલે આવેલા વાતાવરણમાં પલટાના કારણે ગતરાત્રિના ઝાપટાંથી એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગાંધીધામમાં એક ઈંચ તથા ભુજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાં વરસ્યા હતા. કચ્છમાં સિઝનનો કુલ સરેરાશ ૧૮૩.૩ર ટકા વરસાદ વરસ્યો છે. મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતુ ઉકળાટ અને ગરમી અનુભવાઈ હતી.

ગતરાત્રિના ગાંધીધામમાં ભારે પવન સાથે વરસદનું આગમન થયું હતું. એક ઈંચ જેટલું  પાણી વરસતા માર્ગો પર પાણી ભરાયા હતા. આદિપુરમાં જોરદાર ઝાપટું વરસ્યું હતું. શુક્રવારની રાત્રિના  ભુજ, ભુજોડી, કુકમા, માધાપર સહિતના વિસ્તારોમાં મોસમનો મિજાજ બદલાયો હતો. વરસાદી ઝાપટાં વરસ્યા હતા. માર્ગો ભીના થયા હત ા. ખાવડામાં રાત્રિના ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

૩૪.૬ ડિગ્રી સે. સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું પ્રથમ નંબરનું ગરમ મથક બન્યું હતું. કંડલા પોર્ટમાં ૩૪.પ ડિગ્રી નોંધાયું હતું. ભુજમાં ૩૩.૪ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮૯ ટકા અને સાંજે ૬૧ ટકા નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ઉંચું રહેતા અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ ૪ કિ.મી.ની અને દિશા પશ્ચિમની નોંધાઈ હતી.



Google NewsGoogle News