Get The App

કચ્છના વાગડ વિસ્તારમાં તહેવાર ટાંકણે રોગચાળો વકર્યો

- જિલ્લા આરોગ્ય ખાતાની નિષ્ક્રીયતાના પાપે લોકો તાવમાં પટકાયા

- ડોક્ટર તથા લેબોરેટરીઓ ઉંચા ભાવ વસુલીને દર્દીઓને લૂંટી રહ્યા છે : સરકાર સારવારના ભાવ નક્કી કરે

Updated: Nov 1st, 2021


Google NewsGoogle News
કચ્છના વાગડ વિસ્તારમાં  તહેવાર ટાંકણે રોગચાળો વકર્યો 1 - image

ભુજ, રવિવાર 

આખા કચ્છમાં ડેંગ્યુ, ચિકન ગુનીયા સહિતના તાવે આંતક મચાવ્યો છે જેમાં સરહદી અને છેવાડાના પછાત વાગડ વિસ્તાર મચ્છરજન્ય રોગચાળામાં સપડાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ છેવાડાના વિસ્તારમાં સારવારની સુવિાધા નાથી બીજીતરફ રોગચાળાનો ફાયદો ઉઠાવીને ખાનગી ડોક્ટરો કોરોનાકાળ જેમ  દર્દીઓ પાસેાથી બેફામ ચાર્જ વસુલી રહ્યા છે. ત્યારે સરકાર દવા, બેડ, લેબોરેટરી સહિતના ભાવ નક્કી કરીને જાહેર કરે તેવી માંગ ઉઠી છે. 

આ અંગે તાલુકા કોગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શિવરાજસિંહ જાડેજાએ આરોગ્ય મંત્રીને લેખિત રજુઆત કરીને વાગડનું વાસ્તવિક ચિત્ર રજુ કર્યું છે. કચ્છનું વહીવટીતંત્ર તાથા આરોગ્ય ખાતું પોતાની નિષ્ફળતા છુપાવવા આંગળીના વેઢે ગણાય તેટલા કેસ બતાવી રહી છે પરંતુ વાસ્તવમાં તેના કરતા ૧૦૦ ગણા કેસ આખા કચ્છમાં છે. ખાસ કરીને મલેરીયાનું હબ ગણાતા વાગડમાં ફરી મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. કોરોનાકાળ જેમ જ ફરી દવાખાનામાં ડોક્ટર, પલંગની ઘટ્ટ વર્તાઈ રહી છે. સરકારી પીએચસી કે સીએચસીમાં તબીબ, સ્ટાફ, લેબોરેટરી સહિતની સુવિાધા ન હોવાથી લોકોને મજબુર થઈને ખાનગી દવાખાનામાં જવું પડી રહ્યું છે. જ્યાં મોકોની રાહ જોતા તબીબો દર્દીઓને રીતસરના લુંટી રહ્યા છે. લોહીના ટેસ્ટ, દવા, પલંગના ભાડા તાથા ડોક્ટરીની ફી સહીતના ભાવ મનફાવે તેમ લેવાઈ રહ્યા છે. ડેંગ્યુના કેસમાં એક દર્દી દિઠ સારવારનો સરેરાશ ખર્ચ રોજનો ૧૫૦૦ થી ૨૦૦૦ આવી રહ્યો છે. આ ભાવ સામાન્ય કલીનીક ખોલીને બેઠેલા તબીબનો છે. મોટી હોસ્પિટલમાં તો રાડ નીકળી જાય તેવા ભાવ ચુકવવા પડી રહ્યા છે. ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા કચ્છના સરકારી બાબુઓ જાગે ને તત્કાલ રોગચાળાને નાથવા પગલા ભરે તેવી માંગ કરાઈ છે. ઉપરાંત તમામ દવા,ટેસ્ટ સહિતના ભાવ સરકાર નક્કી કરીને જાહેર કરે તેવી રજુઆત કરાઈ છે. હાલે ડેંગ્યુના કારણે મોત વાધી રહ્યા છે ત્યારે સમયસર પગલા ભરાય તે જરૃરી છે.


Google NewsGoogle News