દૂધઈ નજીક ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
જો કે આંચકાથી કોઈ નુકશાન ન પહોંચ્યું
ભુજ: ૨૦૦૧ ના વિનાશક ભૂકંપ પછી કચ્છ જિલ્લામા ધરા ધુ્રજવાની ઘટના સતત યથાવત રહેવા પામી છે. આજે સવારે ૭.૩ મિનિટે દૂધઈથી ૧૫ કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના નેર બંધડી વચ્ચેના વિસ્તારમાં ત્રણની તિવ્રતા ધરાવતો આંચકો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરી ખાતે નોંધાયો હતો. જો કે આ આંચકાની અસર સ્થાનિકે વર્તાઈ નહતી.
જૂન માસની ગત ૪ તારીખે રાપરના બેલાથી ૪૪ કિલોમીટર દૂર ૩.૩ની તિવ્રતાનો આફ્ટરશોક વાગડ ફોલ્ટલાઈન ઉપર નોંધાયો હતો, જેના ૨૧ દિવસ બાદ તા.૨૬ના ધોળાવીરા થી ૧૦૦ કિલોમીટર દૂર સરહદની સામે પાર પાકિસ્તાનમાં બપોરે ૪.૪૧ .મિનિટે ૨.૮ની તિવ્રતા નો આંચકો નોંધાયા બાદ એજ દિવસે એક કલાક બાદ સાંજે ૫.૫૫ મિનિટે ભચાઉથી ૧૪ કિલોમીટર દૂર ૨.૭ની તિવ્રતા સાથે ધરા ધ્જી ઉઠી હતી. લખપત થી ૨૫ કિલોમીટર દૂર સામે પાર પાકિસ્તાનમાં નોંધાયો હતો. અને છેલ્લે શુક્રવારે લખપત થી ૨૫ કિલોમીટર દૂર બપોરે ૩.૫૦ મિનિટે ૩.૪ની તિવ્રતા ધરાવતો આંચકો સરહદ નજીક પાકિસ્તાનમાં નોંધાયો હતો.આજે નેર નજીક ૩ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો દુધઈથી ૧૫ કિલોમીટર દૂર પૂર્વ ઉત્તર પૂર્વ દિશામાં આંચકો નોંધાયો હતો.