Get The App

પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ પર કાર્યવાહી

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ પર કાર્યવાહી 1 - image


ખાણખનીજ ખાતાની કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ 

ત્રણ દિવસમાં ચાઈનાક્લે, હાર્ડમોરમ અને સાદી રેતી ભરેલા ૫ ડમ્પર સીઝ કરાયા 

ગાંધીધામ: પૂર્વ કચ્છમાં ચાઈના ક્લે, હાર્ડ મોરમ અને સાદી રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરી અને વગર રોયલ્ટીએ ડમ્પરમાં ભરી ખનીજની હેરાફેરી કરતા ૫ ડમ્પરને ઝડપી પાડી ભુસ્તર વિજ્ઞાાન અને ખનીજ ખાતા દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. 

પૂર્વ કચ્છમાં ભુસ્તર વિજ્ઞાાન અને ખનીજ ખાતાની કાર્યવાહીથી ભૂ - માફિયામાં ફફડાટ ફેલાયો છે. જેમાં ખાણ ખનીજ ખાતા દ્વારા રાપર, ભચાઉ અને ગાંધીધામનાં શિણાયમાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ખનન પર અંજારનાં ભુસ્તરશાી એન એ પટેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ગત ૧૪ સપ્ટેમ્બરનાં રાપરનાં નીલપર ગામની સીમમાં ચાલતી ખનીજ ચોરી પર દરોડો પાડી ડમ્પર ૩૦.૦૦ મે.ટન ચાઇનાક્લે ખનીજ ગેરકાયદેસર સીઝ કરવામાં આવ્યો હતો. તો બીજી બાજુ ૧૫ સપ્ટેમ્બરનાં  ભચાઉનાં લાકડીયા ખાતે ૧ ડમ્પર ૩૦.૦૦ મે.ટન ચાઇનાક્લે ખનીજ વહન તેમજ ગાંધીધામનાં સિણાય ખાતે ૧ ડમ્પર ૨૦.૦૦ મે.ટન હાર્ડમોરમ અને ૦૧ ડમ્પર ૩૫ મે.ટન સાદીરેતી ખનીજ ગેરકાયદેસર વહન સીઝ કરવામાં બે ડમ્પરને સીઝ કરવામાં આવ્યા હતા. રાપરનાં બાદરગઢ રોડ પર ૧૬ સપ્ટેમ્બરનાં એક ડમ્પરને ૩૦.૦૦ મે.ટન ચાઇનાક્લે ખનીજ  ગેરકાયદેસર વહન અન્વયે સીઝ કરવામાં આવેલ છે. કુલ ત્રણ દિવસમાં ખાણ ખનીજ વિભાગે રોયલ્ટી વગર ગેરકાયદેસર ખનીજની ચોરી કરી ખનીજની હેરાફેરી કરતા ૫ વાહનોને સીઝ કરી તેમના વિરુદ્ધ દંડનીય રકમ ભરપાઈ અંગેની કાર્યવાહી હાથ ધરાઈ છે.


Google NewsGoogle News