મોરબીમાં 13.60 કરોડની ચીટિંગ કરનાર આરોપી ભુજમાંથી પકડાયો
બનાવટી દસ્તાવેજ ઉભા કરી
કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી છેલ્લા અઢી વર્ષથી ફરાર હતો, એસઓજીએ પક્ડયો
આ ગુનામાં પકડાયેલા આરોપીને જામીન ન મળતા પોતે જેલમાં રહી પેરોલ રજા મેળવી હતી. બાદમાં તે છેલ્લા અઢી વર્ષથી નાસી ગયો હતો. જેથી કરીને પેરોલ જંપમાં ફરાર આરોપીને પકડવા માટે એસઓજીની ટીમે જહેમત કરી હતી.
મોરબી એસઓજીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ચીટિંગના ગુનામાં આરોપી વસંત કેશવજી ભોજવીયા(૪૧) કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી જેલ મુક્ત થયો હતો. અને તે તા. ૨૩/૩/૨૦૨૨ના રોજ હાજર થવાનું હતું. પરંતુ આરોપી કોર્ટના હુકમ મુજબ જેલે પરત આવ્યો ન હતો અને બારોબાર પેરોલ જંપ થયો હતો અને હાલ જયનગર પાટીયા, ભુજ ખાતે હોવાની હકીકત મળતા વોચ ગોઠવીને પકડી પાડયો હતો. આરોપીને પકડી પાડીને મોરબી સબ જેલને સોંપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.