કુંદનપરની વાડીમાં બાળકી સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીની ધરપકડ
આરોપી બાળકીને રૂમમાં લઇ ગયો અને બાળકને ચોકી માટે બહાર ઉભો રાખ્યો
બનાવ અંગે ભોગબનાર બાળકીના કાકાએ કોટડા ચકાર ગામના આરોપી શામજી મુસા કોલી (ઉ.વ.૩૫) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ ગુરૂવારે બપોરે બે વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન બન્યો હતો. આરોપીએ ફરિયાદીની આઠ વર્ષની ભત્રીજી અને પાંચ વર્ષના ભત્રીજાને બદકામ કરવાના ઇરાદે લઇ જઇને કુંદનપરની વાડીમાં લઇ ગયો હતો. જ્યાં ફરિયાદીના ભત્રીજાને બહાર ઉભો રાખી ભોગબનાર ભત્રીજીને રૂમમાં લઇ ગયો હતો. અને બાળકીના ગુપ્તાંગ સાથે અડપલાં કર્યા હતા. આરોપી શામજી કોલી બે સંતાનોનો પિતા છે. અને તેણે બે લગ્ન કર્યા હોવાનું સુત્રોમાંથી બહાર આવ્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાને લઇને માનકુવા પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીની અટકાયત કરી લીધી હતી. શુક્રવારે વિધિવત ધરપકડ બતાવી હતી. પોલીસે બનાવ અંગેના પૂરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી કરીને આરોપીને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે.