Get The App

કંડલા એરપોર્ટ પર વધારાની જમીન સંપાદન કરાવ્યા વગર જ મોટા એરક્રાફ્ટ ઉતરી શકે તેવી ક્ષમતા

-કંડલા એરપોર્ટના વિસ્તરણથી ક્ચ્છની સૂરત બદલાશે

- ગાંધીધામ ચેમ્બર દ્વારા પ્રોજેક્ટ રિપોર્ટ સાથે ઉડ્ડયન મંત્રાલયને રજૂઆત

Updated: Jul 28th, 2023


Google NewsGoogle News
કંડલા એરપોર્ટ પર વધારાની જમીન સંપાદન કરાવ્યા વગર જ મોટા એરક્રાફ્ટ ઉતરી શકે તેવી ક્ષમતા 1 - image

ગાંધીધામ તા. ૨૭

સને ૧૯૫૦માં અંજાર તાલુકાનાં વર્સમેડી ગામની સીમમાં કંડલા એરપોર્ટની સથાપના થઇ ત્યારાથી સમયાંતરે જરૃરિયાત મુજબના નાના એરક્રાફ્ટ ઉતરતા હતા, પરંતુ સને ર૦૦૧ પછી ઔદ્યોગિક ક્રાંતિ આવતાં આ વિસ્તારનો ઘણો વિકાસ થયો જેને પરિણામે પ્રવાસીઓની અવર જવર ભારતભર માંથી ક્ચ્છમાં વાધી ત્યારે ગાંધીધામ ચેમ્બર - ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ગહન અધ્યયન કરતાં પ્રશાસન દ્વારા એવું જાણવા મળ્યું હતું કે, જો મોટા એરક્રાફ્ટ અહિં લાવવા હશે અને એરપોર્ટની સુવિાધા વાધારવી હોય તો ઓછામાં ઓછી ૧૭૫થી ૨૦૦ એકર જમીન સંપાદિત કરવી પડશે, આ માટે ગાંધીધામ ચેમ્બરે બીડું ઝડપી મુંબઇ સિૃથત એવીએશન કંપનીને સર્વે માટે નીમી હતી, તેના ફળસ્વરૃપ અધ્યયન કરતા તેમનો ફાઇનલ રિપોર્ટ જોતાં કોઇ પણ વાધારાની જમીન વિના આ વિસ્તારમાં જ સુવિાધા વાધારીને મોટા એરક્રાફ્ટ ઉતરી શકે તેમ છે. તેવું જાણવા મળ્યું હતું. 

હાલમાં જ રાજકોટની બાજુમાં હિરાસર એરપોર્ટના ઉદ્દઘાટન પ્રસંગે ભારતના વડાપ્રાધાન નરેન્દ્ર મોદી તાથા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સિંધયા આવ્યા છે, ત્યારે ચેમ્બર અપેક્ષા રાખે છે કે, કંડલા એરપોર્ટનો આ પ્રોજેક્ટ મંજૂર થયેાથી ક્ચ્છનો કાયાકલ્પ થઇ શકે તેમ છે, તેમજ પ્રવાસીઓનો ઘસારો જોતાં ગાંધીધામ ચેમ્બર આ બાબતે હકારાત્મક પ્રતિભાવની સંભાવના જોઇ રહી છે. ચેમ્બર પ્રમુખ તેજા કાનગડના જણાવ્યા પ્રમાણે દેશમાં હવાઇ અડ્ડાની સંખ્યા નિરંતર વાધી રહી છે અને ભારત દેશ ગ્રીનફીલ્ડ હવાઇ અડ્ડાનું નિર્માણ કરવાનો વિકલ્પ બની ચૂક્યું છે ત્યારે, સરહદી જિલ્લો ઉપરાંત રાજયનો આાથક, અને ઔદ્યોગિક જિલ્લો ગણાતાં આ વિસ્તારમાં ગાંધીધામ ચેમ્બરે પ્રયાસ હાથ ધરી કચ્છના સાંસદ અને ધારાસભ્યોના સહકારાથી કંડલા પોર્ટ, ડી.પી. વર્લ્ડ, વેલસ્પન, જેવી ઇન્ડસ્ટ્રીઝ તાથા ઉદ્યોગકારો સાથે વિચાર-વિમર્શને અંતે એવીએશન પ્લાનના એક્સપર્ટ મે. જેકોબ્સ સોલ્યુશન્સ પ્રા. લિ. મુંબઇની એજન્સી કે જેઓ સરકારી અને ખાનગી ક્ષેત્ર માટે કન્સલ્ટીંગ, ટેક્નિક્સ, સાયન્ટીફીક અને પ્રોજેક્ટ ડીલીવરીની વ્યવસાયિક સેવાઓ વિસ્તૃત શ્રેણીમાં પ્રદાન કરે છે તેમનો સંપર્ક કરી સર્વે પ્રોજેક્ટ તૈયાર કરાવ્યો હતો. તેમજ એરપોર્ટ રન-વે ની ઉંચાઇ વાધારી બાજુની ફક્ત પાંચ એકરની જમીનના સંપાદનાથી કંડલા એરપોર્ટનું વિસ્તરણ કરી શકાશે. હાલના પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર અંદાજિત ૬૭૦ કરોડના ખર્ચ સાથે એરપોર્ટનો વિકાસ, નવું ટમનલ, એ-૩૨૦ અને બોઇંગ ૭૩૭-૮ ક્ક્ષાના મોટા એરક્રાફ્ટનું આવાગમન તેમજ પાર્કીંગની સુવિધા સાથે ફ્યુઅલ ટેન્ક, વોટર સ્ટોરેજ, બોમ્બ કુલીંગ પીટ, સ્ટ્રોલ રૃમ, લાઇટીંગ તેમજ પ્રવાસીઓ માટે અદ્યતન સુવિાધાઓ વિક્સાવવાનું આયોજન સામેલ કર્યું છે.


Google NewsGoogle News