ગાંધીધામમાં યુવાન પર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
ગાંધીધામમાં યુવાન પર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી 1 - image


સેલારી અને નંદાસરમાં મારામારીનાં બે બનાવમાં બે યુવાન ઘાયલ 

ગાંધીધામ: ગાંધીધામનાં સેક્ટર ૧-એ, માં અગાઉની જૂની અદાવતનું મનદુઃખ રાખી યુવાન પર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. તો બીજી બાજુ રાપરનાં નંદાસર ગામમાં કડિયાકામ રાખવા બાબતે યુવાનને લાકડી વડે ફટકારી ઈજાઓ પહોંચાડાઈ હતી તેમજ તેનું મોબાઈલને પણ તોડી ૨૦ હજારનું નુકશાન કરતા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. તેમજ રાપરનાં સેલારી ગામમાં ખેતરનાં કબ્જા બાબતે યુવાનને ધકબુસટનું મારમારી મૂઢ ઈજાઓ પહોંચાડ નાર વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો.

ગાંધીધામનાં મહેશ્વરીનગરમાં રહેતા રાહુલ પંચાણભાઈ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે,  ગાંધીધામ શહેરમાં જુની સુંદરપુરીમાં સેક્ટર-૧એ ગણેશ સવસ સ્ટેશન સામે હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં આરોપી જિગર રાયશી માતંગે ફરિયાદીના ભાઈ સાથેની જુની અદાવતનું મનદુઃખ રાખીને ફરિયાદીને ગાળો આપી ધકબુસટનો માર માર્યો હતો. તેમજ ઝપાઝપીમાં ફરિયાદીને માથાના ભાગે છરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ આ અંગે ગાંધીધામ એ - ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો બીજી બાજુ 

રાપરનાં નંદાસરમાં રહેતા નાનજીભાઈ પુનાભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી કે, કડિયાકામ રાખવા બાબતે આરોપી સદામ વિસાજી સમા (રહે. નંદાસર રાપર)એ નંદાસર ગામમાં ફરિયાદી પર લાકડી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીનાં મોબાઈલ ફોનને લાકડી વડે મારી તોડફોડ કરી રૂ. ૨૦,૦૦૦ નો નુકશાન પહોંચાડયો હતો. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમજ રાપરનાં સેલારી ગામમાં રહેતા અવચરભાઈ હીરાભાઈ વાવીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, રાપરનાં થાનપર ગામના આવેલા સર્વે નં ૬૩૮ વાળા ખેતર પર કબ્જા બાબતે આરોપી કાનજી વેલા સાંઢા (રહે. સેલારી રાપર) ધકબુસટનું માર મારી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News