ચોબારીમાં આડાસંબંધોની આશંકામાં વણોઈવાંઢના યુવાનની બેરહમીથી હત્યા
મહિલાના સસરા, પતિ સહિત ત્રણ જણા દ્વારા
લીમડાના ઝાડમાં બાંધી ૩ ઈસમો ધોકા વડે તૂટી પડયા બાદ બાઇક પર બેસાડી મૃતદેહ સીમાડામાં મૂકી આવ્યા
ગાંધીધામ: ભચાઉ તાલુકાનાં ચોબારી ગામે માત્ર ૨ દિવસના ગાળામાં જ હત્યાનો બીજો બનાવ બન્યો છે. આ પહેલા બનેલા હત્યાના બનાવમાં પણ પ્રેમ સંબંધ જ મુખ્ય કારણ હતો તો બીજા બનાવમાં પણ પ્રેમ સંબંધ જ હત્યાનો કારણ બન્યો છે. જેમાં પરિણીતા સાથે પ્રેમ સંબંધ રાખવા પર ગુસ્સે ભરાયેલા પિતા અને તેના બે પુત્રોએ યુવાનને લીમડાના ઝાડ સાથે બાંધી ધોકા વડે ઢોરની માફક માર માર્યો હતો. જે બાદ યુવાનને સીમાડા દેકી દેવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું મોત થઈ ગયું હતું.
આ બનાવ અંગે રાપર તાલુકાનાં વાણોઈવાંઢ ગામે રહેતા ૨૨ વર્ષીય હરેશ અરજણભાઈ કોલીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, તા. ૨૦-૬ના સાંજના આઠેક વાગ્યે ફરિયાદી તેના કૌટુંબિક ભાઇ અશોક હરજીભાઈ કોલીને ભચાઉ તાલુકાનાં ચોબારી જવાનું હોવાથી બંને બાઇક પર ચોબારી જતાં હતા ત્યારે રસ્તામાં બાઈકની ચેઇન તુટી ગઈ હતી. દરમિયાન ફરિયાદીના ગામનો જ હરેશ મોહનભાઇ કોલી રસ્તામાં મળ્યો હતો અને ઘરે ચા-પાણી કરીશુ તેમ કહિ તેની બાઇક પર તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેના પિતા મોહન કાથડભાઇ કોલીએ અશોકે હ્યું હતું કે,તુ અહિયા આંટાફેરા મારે છે અને મારા દિકરા કિશોરની પત્ની નીલીબેન સાથે આડાસબંધ રાખે છે તેમ કહી આ આરોપી મોહનભાઈ અને તેના પુત્ર હરેશે અશોકને પકડી દોરડાથી લીંમડાના ઝાડ સાથે બાંધી નાખ્યો હતો અણે ફરિયાદીને પણ અશોકની બાજુમાં બધી નાખ્યો હતો. દરમિયાન કિશોર ઉર્ફે ઈશ્વર મોહનભાઇ કોલી પણ ત્યાં આવી પહોચ્યો હતો અને ત્રણેય પિતા-પુત્રોએ લાકડાના ધોકા લઈને અશોક હરજીને પીઠ પાછળ તેમજ ગુદાના ભાગે તથા સાથળના ભાગે તથા બન્ને પગ પર ધોકા મારવાનું શરૂ કરી નાખ્યું હતું. દરમિયાન ફરિયાદીને પણ માર મરવામાં આવ્યો હતો. જે બાદ ફરિયાદીને ખોલી અને તુ ખાટલામાં સુઇ જા તેવું કહેતા ફરિયાદી સુઇ ગયેલ પરંતુ અશોકને લીંમડે બાંધી આ ત્રણેય જણાઓ ધોકા વડે મારતા હતા અને તે પછી અશોકને આ ત્રણેય જણાઓએ લીંમડાથી છોડી અને પાણીની ટાંકી પાસે બન્ને હાથે તથા પગે બાંધી ધોકાથી મા૨ મારવા લાગ્યા હતા. તે પછી કિશોર તથા હરેશે તેમની બાઇક પર અશોકને બાંધેલી હાલતમાં બેસાડી ચોબારી ગામની સીમમાં ખારાપટ બાજુ લઈ ગયા હતા. જ્યાં અશોકનું મોત નીપજ્યું હતું. જ્યારે સવાર પડી ત્યારે ફરિયાદીને કોઈને કહીશ તો તારી પણ આવી જ હાલત થશે તેવી ધમકી આપી છોડી મૂક્યો હતો. જે બાદ ફરિયાદીએ તેના પરિજનોને સમગ્ર બાબત જણાવી ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હત્યાના બનાવ બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પિતા-પુત્રો સહિત ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હોવાનું ભચાઉ પોલીસે જણાવ્યું હતું.