ગાંધીધામનાં યુવાન સાથે 73 હજારની ઠગાઇ
અજાણ્યા નંબરથી ફોન કરી મિત્ર તરીકે ઓળખ આપી છેતરપિંડી આચરી
ગાંધીધામનાં કચ્છ આર્કેડ બિલ્ડીંગમાં રહેતા દશરથભાઈ ધનાભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન કરી પોતે ફરિયાદીનો મિત્ર વાત કરતો હોવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. જેમાં ફોન પર વાત કરતા શખ્સે ફરિયાદીને જણાવ્યુ હતુ કે તારા ખાતામાં ૫૫ હજાર રૂપિયા જમા કરાવ્યા છે કહી અને ફરિયાદીને વોટ્સઅપ પર બેંકની રસીદ મોકલી અને ૨૦ હજાર રૂપિયા ફરિયાદી પાસે ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં ફરિયાદીએ પોતાનાં બેંક ખાતામાં તપાસ કરતા માલુમ પડયું હતુ કે તેના ખાતામાં ૫૫ હજાર રૂપિયા જમા નથી થયા. જેથી ફરિયાદીએ વાપસ આવેલા અજાણ્યા મોબાઈલ નંબર પર ફોન કરી આ અંગે જાણ કરતા સામા વાળાએ કોઈ અન્ય શખ્સને કોન્ફરન્સમાં લેતા સામા વાળા શખ્સે ફરિયાદીને તેનું ફોન પે ઓપન કરાવી અને લિંક ખોલવાનું કહેતા ફરિયાદીએ લિંક ખોલતા તેના બેંક ખાતામાંથી વધુ ૫૩,૮૦૧ ઉપડી ગયા હતા.જેથી ફરિયાદીએ અજાણ્યા નંબરથી ફોન કરનાર શખ્સ વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.