કુંભારડીમાં લીમડાના ઝાડ સાથે દોરી બાંધી કિશોરે આપઘાત કર્યો
Updated: May 3rd, 2024
ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
ગાંધીધામ: ભચાઉનાં કુંભારડી ગામની વાડીમાં રહેતા ૧૭ વર્ષીય કિશોરે લીમડાનાં ઝાડ પર દોરી વડે ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધું હતું.તો બીજી બાજુ ગાંધીધામનાં સેકટર ૧માં ગોસ્વામી હોસ્પિટલની પાછળ ટાટા પાવર બિલ્ડીંગમાં રહેતા યુવાનનો પોતાના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
ભચાઉનાં કુંભારડી ગામની સીમમાં વાડી પર રહેતા ૧૭ વર્ષીય રોહિત ભાણાભાઈ કોળીએ કોઈ કારણોસર સર વાડીનાં લીમડાનાં ઝાડ પર દોરી વડે ગળેફાસો ખાઈ લીધું હતું. જેમાં તેનું મોત થયું હતું. જેમાં ભચાઉ પોલીસે અકસ્માત મોત દાખલ કરી મૃતદેહને પી. એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.તો બીજી મળતી માહિતી મુજબ
ગાંધીધામનાં સેકટર ૧માં ગોસ્વામી હોસ્પિટલની પાછળ ટાટા પાવર બિલ્ડીંગમાં રહેતા ૨૪ વષય કેતન મકવાણાનો પોતાના રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ફોન ન ઉપાડતાં પરિવારજનોએ કરેલી તપાસમાં આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યુ હતું. જેમાં પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.