Get The App

માતાનામઢ પાસે ખાટલા ભવાની મંદિરનો પૂજારી ૩.૬૮૦ કિલોગ્રામ ગાંજા સાથે પકડાયો

- એસઓજીએ ગાંજાના ચાર છોડ અને મોબાઇલ સહિત ૩૮ હજારના મુદ્દામાલ સાથે વિજાપુરના પૂજારીની અટકાયત કરી

Updated: Jun 4th, 2024


Google News
Google News
માતાનામઢ પાસે ખાટલા ભવાની મંદિરનો પૂજારી ૩.૬૮૦ કિલોગ્રામ ગાંજા સાથે પકડાયો 1 - image

ભુજ, શુક્રવાર 

પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગુ્રપની ટીમે બાતમી પરાથી માતાનામઢ પાસે આવેલા ડુંગર પર ખાટલા ભવાની માતાજીના મંદિરના પરીસરમાં માદક પદાર્થ ગાંજાના ચાર છોડ ૩.૬૮૦ કિલોગ્રામ કિંમત રૃપિયા ૩૬,૮૦૦ તેમજ ૩ હજારના મોબાઇલ મળીને કુલે રૃપિયા ૩૯,૮૦૦ના મુદામાલ સાથે મહેસાણાના પુજારીને ઝડપી પાડયો હતો. 

પ્રાપ્ત વિગતો મુજબ મુળ મહેસાણા જિલ્લાના વિજાપુરના હાલ માતાનામઢ પાસે આવેલા ડુંગર પર ખાટલા ભવાની મંદિરની પુજા અર્ચના કરતા પુજારી ચિંતનકુમાર ઇન્દ્રકુમાર પટેલ (ઉ.વ.૩૪) પોતાના અંગત વપરાશ માટે મંદિરના પરીસરમાં ગાંજાનું વાવેતર કરતો હોવાની એસઓજીને બાતમી મળતાં ગુરૃવારે રાત્રે ટીમે સૃથળ પર દરોડો પાડી તપાસ કરતાં મંદિરના પરીસરમાંથી ગાંજાના ચાર છોડ જેનું વજન ૩.૬૮૦ કિંમત રૃપિયા ૩૬,૮૦૦ મળી આવ્યા હતા. પુજારીને ગાંજાના છોડ તેમજ ત્રણ હજારના મોબાઇલ સાથે અટકાયત કરીને તેમના વિરૃધૃધ દયાપર પોલીસ માથકે એનડીપીએસનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

Tags :
Bhuj-NewsBhawani-templeganja

Google News
Google News