આદીપુરના રહેણાંક મકાનમાં એક શખ્સ 1.02 લાખનાં શરાબ સાથે ઝડપાયો
શરાબની અલગ અલગ બ્રાન્ડની ૪૩૩ બોટલ અને એક મોબાઈલ સહિત કુલ ૧.૧૯ લાખનો મુદામાલ કબ્જે કરાયો
ગાંધીધામ: આદિપુરનાં વોર્ડ નં ૬ - એ, માં રહેણાંક મકાન પર આદિપુર પોલીસે દરોડો પાડયો હતો. જેમાં પોલીસે શખ્સને કુલ ૧.૦૨ લાખનાં શરાબ સાથે પોલીસે ઝડપી પાડયો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામનાં જોડિયા શહેર આદીપુરમાં આવેલા વોર્ડ નં. ૬ - એ, પ્લોટ નં. ૬૯ માં આદીપુર પોલીસે બાતમી આધારે દરોડો પાડયો હતો. જે દરોડામાં આરોપી જીતેન્દ્ર પરસોત્તમભાઈ ભાટીયા (રહે. મેઘપર બોરીચી અંજાર)ને ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી શરાબની કુલ ૧૦૯ બોટલ, ૩૭૬ મીલી ની ૯૬ બોટલ અને ૨૨૮ ક્વાટરીયા જેની કુલ કિંમત રૂ. ૧,૦૨,૯૮૦ નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેના પાસે એક મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૧,૧૯,૨૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.