અંજારના આધેડને કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હતા

- ૭ મહિના બાદ કચ્છમાં કોરોનાની ફરી એન્ટ્રી

- યુ.પી. ફરવા ગયા બાદ આધેડને કોરોનાનો ચેપ લાગતા પરિવારના સાત સભ્યોને પણ કવોરન્ટાઈન કરાયા

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
અંજારના આધેડને કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હતા 1 - image

ભુજ,શુક્રવાર

દેશમાં ફરી કોરોના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વાધારો થયો છે. કોરોનાના વાધતા કેસોને ધ્યાને રાખી કેન્દ્ર અને રાજય સરકારોએ જરૃરી પગલાં ભરવાના શરૃ કરી દીધા છે તે વચ્ચે કચ્છમાં પણ સાત મહિના બાદ કોરોનાનો કેસ નોંધાયો છે. અંજારના ૫૪ વર્ષિય આાધેડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કચ્છમાં કોરોનાનો છેલ્લો કેસ તારીખ ૧૫/૫/૨૦૨૩ના નોંધાયો હતો. કોરોનાથી સંક્રમિત થયેલા આાધેડે કોરોના વેકસીનના બંને ડોઝ લીધા છે.

કચ્છમાં કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ સર્તક થયું છે. આ અંગે માહિતી આપતા જિલ્લા આરોગ્ય અિધકારી ડો. ફુલમાલીએ જણાવ્યું હતું કે, અંજારના રહેવાસી ૫૪ વર્ષિય આાધેડ પરિવાર સાથે થોડા દિવસો પૂર્વે યુ.પી. ફરવા ગયા હતા. ૨૦ તારીખે પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત થયા છે.

કોરોનાના દર્દી આાધેડ ડાયાબીટીસાથી પીડાય છે. તેમજ તેમના પરિવારના સાત સભ્યોને પણ હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીએ કોરોના વેકસીનના બંને ડોઝ પણ લીધેલા છે. 

કોરોનાના નવા વેરીયન્ટે કચ્છમાં પણ એન્ટ્રી કરી છે. દેશના ચાર રાજયોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. ગુજરાતમાં પણ વિવિાધ સૃથળોએ કોરોનાના કેસો નોંધાવા માંડયા છે. ત્યારે, તકેદારીના ભાગરૃપે જિલ્લા આરોગ્ય અિધકારીએ લોકોને સાવાધાની રાખવા અપીલ કરી છે.

કોરોના સામે તકેદારીના પગલાં ભરવા આરોગ્ય વિભાગના સૂચનો

- કોરોના ગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવેલા તમામનું ટેસ્ટીંગ કરાવવું

- પોઝીટીવ દર્દીઓને હોમ આઉસોલેશનમાં રાખવા, સરકારી હોસ્પિટલમાં ખસેડવા

- હાઉસ ટુ હાઉસ સર્વે કરવું

- શંકાસ્પદ દર્દીઓનું ટેસ્ટીંગ કરાવવું

- પીએસએ ઓકિસજનની મોકડ્રીલ યોજવી

- જરૃરી સાધનો પર્યાપ્ત માત્રામાં છે કે કેમ? તપાસ કરવું, મોકડ્રીલ યોજવી

- દવા તેમજ લેબોરેટરી મશીનોની ચકાસણી કરવા સહિતના સુચનો આરોગ્ય અધિકારીએ કર્યા છે.


Google NewsGoogle News