Get The App

મુન્દ્રામાં ચોખા ભરેલા જામસલાયાના જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
મુન્દ્રામાં ચોખા ભરેલા જામસલાયાના જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી 1 - image


પાલિકા હવે તો જાગો

૬૦૦ ટન ચોખા આગમાં ભસ્મીભૂત,એક મહિનામાં શહેરમાં આગની ત્રીજી ઘટના

ભુજ: મુન્દ્રાના જુના બંદર પર જહાજમાં આજે સાંજે આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી. ચોખા લોડીંગ માટે આવેલા જહાજ પર વિકરાળ આગ લાગી હતી.પરિણામે જથ્થો ભસ્મીભૂત થઈ જવા પામ્યો હતો

જાણવા મળતી વિગતો મુજબ જહાજમાં ૬૦૦ ટન ચોખાનુ લોડીંગ કરવાનુ હતુ અને મોટાભાગનુ લોડીંગ થયુ ત્યારે જ એકાએક આગ લાગી હતી.જો કે આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યુ નથી પરંતુ મુન્દ્રા અદાણી પોર્ટના બે તથા અન્ય ખાનગી કંપની સહિત ૩ ફાયર ફાઇટર ધટના સ્થળ પર પહોચ્યા હતા. અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. 

આગને પગલે જહાજમા મોટુ નુકશાન થયુ છે. કરોડો રૂપીયાના જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો આગમા નાશ પામ્યો છે. આ જહાજ આમદભાઇ સંધારનુ હોવાનુ સામે આવ્યુ છે. અને જામસલાયામાં રજીસ્ટર થયેલુ આ જહાજ છે. મુન્દ્રા જુના બંદરનુ સંચાલન કરતા વિભાગ તથા પોલીસ સહિતને આ આગ અંગે જાણ થતા તેઓ ધટના સ્થળે દોડી ગયા હતા.જો કે ફાયર વિભાગના પ્રયત્નોથી આગ પર કાબુ મેળવી લેવાયો છે

એક મહિનામાં મુન્દ્રામાં આગનો ત્રીજો બનાવ બનવા પામ્યો છે.જેમાં નવાઈની વાત એ છે કે અહીં આવેલી નગરપાલિકા પાસે એક પણ ફાયર ફાઇટર નથી,આગ લાગે એટલે કંપનીની મદદ લેવી પડે છે.ઔદ્યોગિક એકમોથી ધમધમતા મુન્દ્રા શહેરમાં જો પાલિકા ફાયર ફાયટરની વ્યવસ્થા ન કરી શકતી હોય તો તે ખુબજ શરમજનક બાબત કહી શકાય,સ્થાનિકે જો દરખાસ્ત કરવામાં આવી હોય તો તે યુદ્ધના ધોરણે મંજુર કરાવવી જોઈએ તેવું લોકો કહી રહ્યા છે.સ્થાનિક નેતાઓની ચુપકીદી અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.



Google NewsGoogle News