Get The App

પરિણીત પ્રેમિકા અને કુંવારા પ્રેમીના ફાંસો ખાઇને આપઘાત

ઝાડ સાડી લટકાવી બે છેડા ગળામાં બાંધી જીવન ટૂંકાવી દીધું

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
પરિણીત પ્રેમિકા અને કુંવારા પ્રેમીના ફાંસો ખાઇને આપઘાત 1 - image

વડોદરા,પાદરા તાલુકાના એક ગામમાં  પરિણીતા અને કુંવારા પ્રેમીએ બદનામીના ડરથી ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.  વડુ પોલીસે બંનેના મૃતદેહ ઝાડ પરથી નીચે ઉતારી કાર્યવાહી હાથ ધરી છે.

પાદરા તાલુકાના એક ગામમાં રહેતી ૨૭ વર્ષની પરિણીતાને જયેશ ગણપતભાઇ પરમાર ( ઉ.ંવ.૨૦) (રહે.સાંઢા ગામ, તા.પાદરા,જિ.વડોદરા) સાથે પ્રેમ સંબંધ હતો. જે સંબંધ અંગે પરિણીતાના પરિવારને જાણ નહતી. જયેશે પોતાના કરતા ૭ વર્ષ મોટી પરિણીત પ્રેમિકાને એક સીમ કાર્ડ પણ આપ્યું  હતું. તેમાં જયેશના નામનું સીમ કાર્ડ હોવાનું પરિણીતાના  પતિને ખબર પડી ગઇ હતી.જેથી, પરિણીતા અને તેનો પ્રેમી ગત તા. ૧૮ મી એ રાતે સવા આઠ વાગ્યે નીકળી ગયા હતા. સમાજમાં બદનામી થવાના ડરથી બંનેએ વિશ્રામપુરા ગામની સીમમાં આવેલા રાવજીભાઇ પટેલના ખેતરમાં આંબાના ઝાડની ડાળી પર સાડી વડે ગળા ફાંસો ખાઇને બંને છેડા અલગ - અલગ બાંધી દઇને ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે વડુ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News