Get The App

કચ્છના પ્રવાસીઓને અંધારામાં રાખી રેલવેના ઓનલાઈન બુકિંગમાં મોટું કૌભાંડ

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
કચ્છના પ્રવાસીઓને અંધારામાં રાખી રેલવેના ઓનલાઈન બુકિંગમાં મોટું કૌભાંડ 1 - image


ગાંધીધામ મધ્યે કચ્છના રેલવેના લગતી બાબતો- સુચનો વિષે બેઠક મળી

બહારના એજન્ટો દ્વારા અન્ય શહેરોથી બોડગ બતાવી બુકિંગ કરી દેવામાં આવે છેઃ માનવતા ગુ્રપની રજુઆત

ભુજ: ગાંધીધામ ખાતે કચ્છના રેલવેને લગતી બાબતો અને સુચનો વિષે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, માનવતા ગુ્રપે રજુઆત કરી હતી કે, કચ્છ માટે અનામત રેલ બુકિંગ કોટા અન્ય શહેરોના એજન્ટો દ્વારા કરીને કચ્છના પ્રવાસીઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ઉંડાણથી તપાસ થાય તો ઓનલાઈન બુકિંગમાં મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. અન્ય રાજ્યમાં પ્રવાસ માટે કોઇ પણ સમયે ઓનલાઈન રેલ્વે બુકિંગ સેવા માટે પ્રયત્ન કરવામાં આવે છે અથવા ૬૦ દિવસ બાદની  બુકિંગ જોવામાં આવે છે તો પણ  વેઇટિંગ મળતું હોય જેનું કારણ કચ્છ માટે અનામત રેલ બુકિંગ કોટા  અન્ય શહેરોના એજન્ટો  દ્વારા અન્ય શહેરોથી બોડગ બતાવી બુકિંગ કરી દેવામાં આવે છે અને બોડગ અન્ય શહેરો બતાવતું હોય રેલવે ને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે જેથી કચ્છના પ્રવાસીઓને બુકિંગ મળતું નથી. જે બાબતે ઊંડાણથી તપાસ કરવામાં આવે તો ઓનલાઈન બુકિંગમાં મોટું કૌભાંડ બહાર આવે તેમ છે તેમ  દનીચાએ જણાવ્યું હતું.

 અહિનાં ચેમ્બર ઓફ  કોમર્ર્સ ઈન્ડસ્ટટ્રીસ મધ્યે કચ્છના  રેલવેના  લગતી બાબતો અને સૂચનો વિષે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા રેલવે બોર્ર્ડના એડિશનલ મેમ્બર (ટ્રાફીક )  કે. કે.આર. રેડી , સી .એફ. ટી .એમ. નરેન્દ્ર પવાર, (વેસ્ટર્ન રેલ્વે ) તેમજ એડિશનલ ડી. ઓ. એમ. ડો. જેનીથ ગુપ્તા પાસે માનવતા ગુ્રપ  ચેરીટેબલ ટ્રસ્ટ આદિપુર દ્વારા ગાંધીધામ સંકુલના વિવિધ રેલવે ને લગતા પ્રશ્રો વિશે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. 

ગુ્રપના પ્રમુખ ગોવિંદ દનીચા એ રજૂઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષ વર્ષથી ભુજ થી કોઇમ્બતુર  વાયા કોંકણ રેલ શરૂ કરવા માટે માનવતા ગુ્રપ તેમજ કે. એમ. ડબલ્યુ.એ. દ્રારા અવારનવાર લેખિત તેમજ મોખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ  હજુ સુધી કોઈ હકારાત્મક પરિણામ પ્રાપ્ત થયું નથી. આ ટ્રેન શરૂ કરવામાં આવે તો કચ્છમાં વસતા અનેક દક્ષિણ ભારતીય લોકોને પોતાના વતનમાં જવા આવવા માટે આ ટ્રેનની સેવાનો લાભ મળે તેમ છે સાથે સાથે આ ટ્રેનને પૂરતા પ્રવાસીઓ મળવાની પણ શક્યતા છે .

રજુઆતમાં જણાવાયું હતુ કે, હાલમાં ભુજ થી અમદાવાદ શરૂ થયેલ એ.સી .નમ નો ભારત ટ્રેન ને આદિપુર સ્ટોપ મળવું જોઈએ જેનાથી આદિપુર શહેર અને તેની આસપાસની અનેક સોસાયટીઓ અને ગામડાના લોકો ને ગાંધીધામ સુધીમાં આ ટ્રેનની સુવિધા પ્રાપ્ત કરવા લાંબા ન થવુ પડે  જેથી આદિપુર સ્ટોપ મળવો ખૂબ જ જરૂરી છે.

આદિપુરના લીલાશાહ કુટિયા પાસે છેલ્લા સાત વર્ષથી અંડર બ્રિજ અથવા ઓવરબ્રિજ બનાવવા માટે સતત તેમના ગુ્રપ તેમજ સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે . સ્થાનિક રહેવાસીઓ  માટે  માથાનો દુખાવો સાબિત થયેલ આ ફાટક પર ત્વરીત પુલ બનાવવાની ખાસ જરૂર છે. 


Google NewsGoogle News