કચ્છના રાપર પાસે ૪ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો
- ગઈકાલે ૩.૫ના આંચકા બાદ ફરી ધરતી ધુ્રજી
- દુધઈ પાસે ૨.૮નું કંપન નોંધાયું : ભયના લોકો ઘર બહાર દોડયા
ભુજ, બુાધવાર
કચ્છની ધરા ભુકંપના નાના-મોટા આંચકાથી સતત ધુ્રજતી રહેતી હોય છે ત્યારે આજે ફરી રાપર નજીક ૪ ની તીવ્રતાનો તાથા દુાધઈ પાસે ૨.૮નો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આઈએસઆર ગાંધીનગરના જણાવ્યા મુજબ સાંજે ૭.૧૪ કલાકે રાપરાથી ૨૫ કિ.મી દુર કેન્દ્રબિંદુ ધરાવતો આંચકો નોંધાયો હતો. પશ્ચિમઉત્તરપશ્ચિમ દિશામાં નોંધાયેલા આ કંપનની રીકેટર સ્કેલ પર તીવ્રતા ૪ની નોંધાઈ હતી. જ્યારે જમીનમાં ઉંડાઈ ૬ કિ.મી રહી હતી. સાંજે જ્યારે ધંધાથી પરત આવેલા લોકો ટીવી જોવામાં તાથા મહિલાઓ રસોઈની તૈયારીમાં વ્યસ્ત હતી અને વેપારીઓ દુકાનમાં હતા ત્યારે અચાનક મોટો આંચકો આવતા લોકો ઘર તાથા દુકાનો બહાર દોડી આવ્યા હતા.
આંચકાની તીવ્રતા રાપર આસપાસના અનેક ગામોમાં અનુભવાઈ હતી. ઉપરાંત ૮.૧૦ કલાકે ફરી દુાધઈ પાસે ૨.૮નો કંપન નાંેધાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ ભચાઉની નજીક ૩.૫નો આંચકો આવતા લોકોમાં ભયમાં મુકાયા હતા.