Get The App

માધાપરમાં દવાના હોલસેલ વેપારીનો દુકાનમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત

- મોડીરાત સુધી ઘરે ન પહોંચતાં તપાસ કરી તો...

- માતા - પિતા, પત્ની અને પુત્ર સાથે રહેતાં મયૂર ગોસ્વામીએ અંતિમ પગલું કેમ ભર્યું તે કારણ અકળ

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
માધાપરમાં દવાના હોલસેલ વેપારીનો દુકાનમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત 1 - image

ભુજ, બુધવાર 

માધાપર ખાતે વૃંદાવન સોસાયટીમાં રહેતા અને દવાનો હોલસેલ વેપાર કરતા મયૂર ગોસ્વામી નામના યુવાને દુકાનમાં જ મંગળવારે રાત્રે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સાંજે ઘરે પહોંચી જતા મયૂરભાઈ મોડીરાત સુાધી ઘરે ન પહોંચતાં તપાસ કરતાં અંતિમ પગલું ભર્યાની જાણ થઈ હતી. અઢી વર્ષાથી દવાનો હોલસેલ વેપાર કરતાં મયૂરભાઈના આપઘાતનું કારણ જાણવા પોલીસ તપાસ ચાલે છે.

માધાપરની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને માધાપરમાં જ ગાંધી સર્કલ પાસે 'મા ફાર્મસી' નામે હોલસેલ દવાની દુકાન ચલાવતા મયૂરપુરી રામપુરી ગોસ્વામી (ઉ.૩૪)એ મંગળવારે રાત્રે પોણા અગિયાર વાગ્યાના અરસામાં કોઇ કારણોસર દુકાનમાં જ પંખા ઉપર વાયર બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. 

માધાપર પોલીસને વિગતો મળી છે કે, મયૂરભાઈ દરરોજ સાંજે ૭-૩૦ વાગ્યાના અરસામાં દુકાન બંધ કરીને ઘરે જતાં હતાં. રાત્રે ૧૧ સુાધી ઘરે ન પહોંચતાં તેમના પત્નીએ ફોન કર્યાં હતાં પરંતુ મોબાઈલ ફોન સતત નો-રિપ્લાય થતો હતો. આાથી, મયૂરભાઈના ભાઈ દિગેશભાઈને ફોન કરાયો હતો. ભચાઉાથી પરત ફરી રહેલાં દિગેશભાઈના ફોન પણ નો-રિપ્લાય થતાં હતાં. દિગેશભાઈ માધાપર પહોંચી તરત જ મયૂરભાઈની દવાની દુકાને પહોંચ્યાં તો શટર બંધ હતું. જો કે, તાળું મારેલું ન હોવાથી શટર ખોલીને જોતાં નાના ભાઈ મયૂરભાઈ વાયરાથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં હતાં. મયૂરભાઈ તેમના માતા- પિતા, પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. પરિવારજનો હાલમાં કોઈ કારણ કે શંકા દર્શાવવાની સિૃથતિમાં નાથી. છેલ્લા અઢી વર્ષાથી દવાનો હોલસેલ વેપાર કરતાં, મિલનસાર સ્વભાવના  મયૂરભાઈએ કયા કારણોસર આપઘાત કર્યો તે સ્પષ્ટ કરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપઘાતની ઘટનાના બનાવાથી અરેરાટી ફેલાઈ છે.


Google NewsGoogle News