Get The App

મીરજાપર પાસે એક્ટિવાને ટ્રકે ઠોકર મારતાં ભુજના વેપારીનું મોત

- ઉગેડી નજીક કારની ટકકરે બાઇક સવાર પિતાનું મોત, પુત્ર ઘાયલ

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
મીરજાપર પાસે એક્ટિવાને ટ્રકે ઠોકર મારતાં ભુજના વેપારીનું મોત 1 - image

ભુજ, ગુરૃવાર 

પશ્ચિમ કચ્છમાં હાઇવે માર્ગો લોહી તરસ્યા બન્યાં છે. રોજેરોજ અકસ્માતના બનાવમાં માનવ જીંદગી હોમાઇ રહી છે. સોમવારે એક જ દિવસમાં ભુજોડી નજીક વાહન અકસ્માતમાં બે વ્યક્તિઓના જીવ ગયા હતા. બુાધવાર ભુજ તાલુકાના મીરજાપર ગામ પાસે ટ્રકની અડફેટે એક્ટિવા પર જઇ રહેલા ભુજના વેપારીનું મોત નીપજ્યું હતું. જ્યારે, નખત્રાણાના ઉગેડી રતડિયા ધોરીમાર્ગ ઉપર કારની ટકકરે બાઇક સવાર પિતા-પુત્રને ઇજા પહોંચી હતી. જેમાં પિતાને સારવાર મળે તે પહેલાં મોત આંબી ગયું હતું. 

પ્રાપ્ત વિગતો મુજબ ભુજના સ્ટેશન રોડ ઉપર હાર્ડવેરની દુકાન ધરાવતા અને વોરા કોલોનીમાં રહેતા વેપારી મુસ્તફા ઇસ્માઇલ વેજલાણી (ઉ.વ.૬૦) તેમના મોટાભાઇ અકબરભાઈ (ઉ.વ. ૬૨)  સાથે બુાધવારે બપોરે મીરજાપર તરફ જઇ રહ્યા હતા. મીરજાપરાથી કામ પૂર્ણ કરી પાછા ફરતી વખતે અજાણી ટ્રકના ચાલકે તેમની એક્ટિવાને પાછળાથી ટકકર મારતાં મુસ્તફાભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર આૃર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક્ટિવા ચલાવતાં અકબરભાઈને નોંધપાત્ર ઈજા નહીં હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું. જ્યાં સારવાર દરમિયાન રાત્રીના નવ વાગ્યાના અરસામાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

બીજીતરફ નખત્રાણા તાલુકાના આમારા ગામે રહેતા તેજાભાઇ વેલાભાઇ કોલી અને તેમનો પુત્ર નરશી બન્ને જણાઓ મોટર સાયકલાથી નખત્રાણા ખરીદી કરવા ગયા હતા. દરમિયાન ઉગેડી અને રતડીયા ફાટક પાસેના હાઇવે રોડ પર જાયલો કારના ચાલકે બાઇકને ટકકર મારતાં પિતા પુત્ર બન્ને રોડ પર ફંગોળાઇ ગયા હતા. બન્નેને સારવાર માટે ભુજ ખસેડાયા હતા. જેમાં તેજાભાઇને વાધુ સારવાર માટે અમદાવાદ રીફર કર્યા હતા. પરંતુ અમદાવાદ પહોંચે તે પહેલા માર્ગ વચ્ચે અંતિમ શ્વાસ લીધો હતો. નખત્રાણા પોલીસે મૃતકના પુત્ર ગોવિંદ તેજાભાઇ કોલીની ફરિયાદ પરાથી કાર ચાલક વિરૃાધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કુકમા પાસે ખાનગી બસની ટકકરે બાઇકસવાર બેને ઇજા

ભુજ તાલુકાના કુકમા ગામે ટ્રાવેલ્સ બસની અડફેટે આવી જતાં બાઇક સવાર લાખોંદ ગામના પેાથાભાઇ રતાભાઇ હેઠવાડીયા (ઉ.વ.૭૦) તાથા કુંવરબેન ભીમજીભાઇ બરાડીયા (ઉ.વ.૩૦)ને ઇજા પહોંચતાં સારવાર માટે જી.કે.જનલર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News