Get The App

મીઠીરોહરમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
મીઠીરોહરમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો 1 - image


એલોપેથી દવાઓ અને મેડિકલ સાધનો સહિત ૩૮ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો 

ગાંધીધામ: ગાંધીધામનાં મીઠીરોહારમાં ખાનગી પાકગ પાસે પોલીસે દરોડો પાડી ગેરકાયદે રીતે ડોકટરની ડીગ્રી વગર દવાખાનું ચલાવી લોકોનાં આરોગ્ય સાથે છેડા કરતા ફર્જી ડોક્ટરને ઝડપી પાડયો હતો.

ગાંધીધામનાં મીઠીરોહરમાં આજવા પાકગમાં ભાડાની દુકાનમાં ગેરકાયદે રીતે ડોકટરની ડીગ્રી વગર દવાખાનું ચાલતું હોવાની બાતમી આધારે પૂર્વ કચ્છ એસ.ઓ.જી ની ટીમે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે કોઈપણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી કે પ્રેક્ટિસ વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા આરોપી લાલચંદઅલી અકબરઅલી અલી (રહે. વરસામેડી અંજાર)ને પોલીસે ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે 

 તેના પાસે એલોપેથી દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. ૩૮,૦૪૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News