Get The App

મીરજાપર પાસે ટ્રક નીચે કચડાઇ જતા બાઇક ચાલકનું મોત

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
મીરજાપર પાસે ટ્રક નીચે કચડાઇ જતા બાઇક ચાલકનું મોત 1 - image


ટાયર નીચે આવી જતાં બળદિયાના આધેડે સ્થળ પર જ દમ તોડયો  

ભુજ: ભુજ નજીકના મીરજાપર સુખપર હાઇવે પર મંગળવારે સાંજે સર્જયાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં ટ્રકના ટાયર નીચે આવી જતાં બળદિયા ગામના બાઇક ચાલકનું સારવાર મળે તે પૂર્વે મોત નીપજયું હતું. બનાવને લઇ મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. 

પ્રાપ્ત વિગતો મુજબ બનાવ મંગળવારે છ વાગ્યાના અરસામાં બન્યો હતો. ભુજ  તાલુકાના બળદિયા ગામે રહેતા માવજીભાઇ પ્રેમજીભાઇ ઠાકરાણી (ઉ.વ.૫૭) નામના આધેડ પોતાની કબજાની મોટર સાયલથી મીરજાપર રોડ પર જઇ રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપ સામેના રોડ પર અચાનક ટ્રકના ચાલકે તેમની મોટર સાયકલને ટકકર મારતાં બાઇક પરથી પડી જઇ ટ્રકના ટાયર નીચે આવી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ આધેડને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સથી લેવા પટેલ હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં સારવાર મળે તે પહેલા તેમનો જીવનદીપ બુઝાઇ ગયો હતો. મૃતકને પીએમ માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ અકસ્માત કરનાર ટ્રક ચાલક વિરૂધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.



Google NewsGoogle News