દરિયામાં ડૂબતા બીએસએફના બે જવાન સહિત ૯ને બચાવી લેવાયા

- કચ્છની કોરીક્રિકમાં સામાન લઈ જતી ટગ પાણી ભરાતાં ડૂબવા લાગી

- ચૌહાણા નાલા તરફ જતાં પાણી ભરાતાં જીવ બચાવવા જવાનો સહિત શ્રમિકો દરિયામાં કુદ્યાઃ બોટમાં માછીમારો કિનારે લાવ્યાં

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
દરિયામાં ડૂબતા બીએસએફના બે જવાન સહિત ૯ને બચાવી લેવાયા 1 - image

- પૂનમની રાતે દરિયામાં ભરતીથી પાણી ઘુસ્યું, ટગ એક તરફ નમી ડૂબવા લાગી 

ભુજ,રવિવાર

કચ્છના દરિયાઈ ક્રોરીક્રિક વિસ્તારમાં શનિવારે રાત્રિના એક દુર્ઘટનામાં બીએસએફના બે જવાન સહિત ૯ લોકોને સૃથાનિક માછીમારોએ બચાવી લીધા હતા. કોરિક્રિકના ચૌહાણ નાલામાં બીએસએફનું કામ ચાલે છે જે જગ્યાએ માલ પહોંચાડવા માટે બીએસએફના બે જવાનો તેમજ કોન્ટ્રાક્ટરોના ૭ માણસો ટગમાં બેસીને જઈ રહ્યા હતા તે સમયે ટગમાં પાણી ભરાતા ટગ ડુબવા લાગી હતી. જીવ બચાવવા બીએસએફના જવાનો સહિત શ્રમિકોએ કોરિક્રિકના પાણીમાં છલાંગ લગાવી હતી. બૂમાબૂમ થતાં નારાયણ સરોવરના માછીમારો પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી અને તમામને આબાદ બચાવી લેવાયા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર, કચ્છના કોરિક્રીક દરિયાઈ વિસ્તારમાં આવેલ ચૌહાણ નાલામાં છેલ્લા કેટલાક સમયાથી બીએસએફ દ્વારા બાંધકામ સહિતની કામગીરી ચાલે છે. આ કામગીરીમાં સરસામાનનો જથૃથો ટગ મારફતે પહોંચાડાય છે. શ્રમિકો સાથે બીએસએફના જવાનો સતર્કતાના ભાગરૃપે સાથે રહે છે. શનિવારે રાત્રિના ૧૦ વાગ્યાના અરસામાં ટગમાં સામાન સાથે બીએસએફના બે જવાનો તેમજ કોન્ટ્રાકટરોના ૭ માણસો બેસીને જઈ રહ્યા હતા. અચાનક અરબ સાગરમાં પાણીની ભરતી આવતા ટગમાં પાણી ઘુસી ગયું હતુ. જેાથી, ટગ એક તરફ નમીને ડુબવા લાગી હતી. જીવ બચાવવા જવાનો તેમજ શ્રમિકો દરિયામાં કુદી ગયા હતા. રાડારાડી થતા નજીકમાં જ માછીમારી કરી રહેલા નારાયણ સરોવરના સૃથાનિક માછીમારો રીફલેટરના આાધારે નજીક દોડી ગયા હતા અને પોતાની બોટમાં ખેંચી લીધા હતા. માછીમારોએ બીએસએફના બે જવાનો સહિત ૯ લોકોને રેસ્કયુ કરી લેતા તમામની જિંદગી બચી ગઈ હતી. 

માછીમાર અગ્રણી હાસમ ભડાલાએ માછીમારોના સાહસને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. હાસમભાઈએ જણાવ્યું હતુ કે, પૂનમ આસપાસ દરિયામાં ભરતી આવતી હોય છે. શનિવારે રાત્રે પણ દરિયામાં પાણીની ભરતી હોતા આ ઘટના બની હતી જો કે, દુર્ઘટના સર્જાય તે પૂર્વે માછીમારો પહોંચી ગયા હતા. 


Google NewsGoogle News