230 કરોડની ઈ- સિગારેટ પકડાયા મામલે કચ્છી કિંગપીન સહિતનાને 62 કરોડની પેનલ્ટી

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
230 કરોડની ઈ- સિગારેટ પકડાયા મામલે કચ્છી કિંગપીન સહિતનાને 62 કરોડની પેનલ્ટી 1 - image


ડીઆરઆઈએ બે વર્ષ પૂર્વે મુન્દ્રા સેઝમાંથી ઈ- સિગારેટ પકડી હતીઃ  મુન્દ્રા કસ્ટમ કમિશનરનો ધાક બેસાડતો ઓર્ડર

૧૮ કન્ઝાઈન્મેન્ટમાંથી ૧૨નો ઓર્ડર કરાયો, ૬ હજી બાકી : પેનલ્ટીની રકમ જ ૧૦૦-૧૨૫ કરોડને આંબી જવાનો અંદાજ

નવી દિલ્હી: મુન્દ્રા સેઝમાંથી બે વર્ષ પૂર્વે ૨૩૦ કરોડથી વધુના મૂલ્યની ઈ-સિગારેટ સહિતની અનેક ચીજ વસ્તુઓની દાણચોરી કરનારી ગેંગને ૧૮ કન્ગાઈમેન્ટ પૈકી ૧૨ના કેસમાં કસ્ટમ દ્વારા ૬૨ કરોડથી વધુ રકમની પેનલ્ટી સહિત દંડ ફટકારવામાં આવતા જાકુબીના ધંધા કરતા તત્વોમાં સોપો પડી ગયો હતા. જેમની સામે કસ્ટમ દ્વારા કાર્ર્યવાહી કરવામાં આવી છે તેમાં ભુજ અને મુન્દ્રા ઉપરાંત મુંબઈ-ભિવંડીના શખ્સોનો સમાવેશ થાય છે. તો આ આખા કૌભાંડનો સુત્રધાર મૂળ કચ્છનો જ આસિફ સાટી હોવાનું બહાર આવ્યું છે.

કસ્ટમના આધિકારિક સુત્રોના જણાવ્યા મુજબ આસિફ સાટી અને તેની ગેંગ દ્વારા ૮ અલગ અલગ પેઢીઓના નામે જુદી જુદી અનેક ચીજ વસ્તુઓની આયાત કરવામાં આવી હતી. આમાંની કેટલીક વસ્તુઓ પ્રતિબંધિત હતી. તો કેટલીક માટે કસ્ટમના કોઈ કાગળિયાં જ કરવામાં આવ્યા ન હતા. જે તે સમયે ડીઆરઆઈને ગંધ આવી જતાં આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને ૧૮ કન્ટેનર પકડાયા હતા. ત્યારબાદ સંલગ્નોની ધરપકડ કરવામાં આવી હતી. કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી હતી અને  મુન્દ્રા  કસ્ટમના કમિશનર કે. એન્જીનીયર દ્વરા ૧૨ કન્ટેનરના મામલે તાજેતરમાં ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં ભારે ભરખમ દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, મુંબઈમાં હાલે રહેતા આસિફ સાટી અને તેના મળતિયાઓ પૈકી ભુજના મોહમદ તાહિર મેણ,  મુન્દ્રાના દિર્ગેશ ધીરજલાલ દેઢિયા (એક્ષેમ્પ્લર ટ્રેડીંંગ),  મુન્દ્રામાં કલ્પના એક્ઝીમ ચલાવતા બલદેવસિંહ વાળા,  મુન્દ્રાના અલ કાર્ગો સર્વિસના સમીર શર્મા,  મુન્દ્રાના રોયલ મિનરલ્સના ગૌરવ સહાય, ભુજના જુમા હમીર હાલેપોત્રા, મુન્દ્રા સેઝના પી.ઓ. વિપિન શર્મા, મુંબઈના સરફરાઝ કામાણી અને મોહમદ હનીફ ઈસ્માઈલ કાપડિયા તેમજ ભિવંડીના પરવેઝ આલમ ઉપરાંત શાંઘાઈ-ચીનના હુઆન મિંગ દ્વારા મળીને આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

કસ્ટમના સુત્રોના જણાવ્યા મુજબ ડીઆરઆઈને ચોક્કસ માહિતી મળી હતી અને તેના આધારે બે વર્ષ પૂર્વે સુરત નજીક જીજે ૧૨ બીવી ૦૬૧૦ નંબરના ટ્રેેલરને અટકાવવામાં આવ્યું હતું. શંકાસ્પદ કન્ટેનર સાથેના આ ટ્રેલરને નજીકમાં આવેલા આઈસીડીમાં લઇ જવામાં આવ્યું હતું અને તેનું ચેકિંગ કરતા તેમાંથી પ્રતિબંધિત એવી ઈ-સિગારેટના ૧૦૭ કાર્ટૂૂન મળી આવ્યા હતા. તુરંત જ આ ટ્રેલર જેનું હતું એ  મુન્દ્રાના પ્રિન્સ લોજીસ્ટીકના માલિક છજુરામની પૂછપરછ કરવામાં આવતા તેણે કબુલ્યું હતું કે  મુન્દ્રાના જ કલ્પના એક્ઝીમના બલદેવસિંહ વાળાએ ભિવંડી સુધી આ માલ પહોચાડવા માટે ૬ટ્રેેલર બુક કરાવ્યા હતા. આ માલ  મુન્દ્રા પોર્ટના મે. એમ્પેઝર લોજીસ્ટીકના સેઝ ગોડાઉનમાં પડેલો હતો.

આવી રીતે એક પછી એક ૧૮ કન્ટેનર ડીઆરઆઈ દ્વારા તપાસવામાં આવ્યા અને આ ગેંગનો ખેલ બહાર આવતો ગયો. કસ્ટમના કાનુનની વિવિધ જોગવાઈઓ તળે આ ચીજ વસ્તુઓ મંગાવવામાં ક્યાંકને ક્યાંક ગુનો બનતો હતો અને આસિફ સાટીની ગેંગની મેલી મથરાવટી પકડાતી ગઈ. આ ગેરકાયદેસર કામ માટે તેમણે મે. અલ કાર્ગો સર્વિસ નામની કસ્ટમ બ્રોકર પેઢીના જી-કાર્ર્ડ ધારક સમીર શર્મા અને મુન્દ્રા સેઝ ખાતે કસ્ટમના પી.ઓ. વિપિન શર્મા ઉપરાંત દસ્તાવેજોમાં ચેડા કરનાર ચીનના શાંઘાઈની લાઈન કંપની મે. હુઆન મિંગની પણ મદદ લીધી હતી એટલે તેમને સૌને પણ પેનલ્ટી ફટકારવામાં આવી હતી.

કોની કોની ધરપકડ થઇ હતી ?

ભિવંડી સ્થિત પરવેઝ આલમની સુરત ખાતેથી, મુંબઈ સ્થિત આસિફ સાટીની ગાંધીધામ ખાતેથી, ભુજ સ્થિત તાહિર મેણની ગાંધીધામ ખાતેથી, મુંબઈ સ્થિત સરફરાઝ કામાણીની ગાંધીધામ ખાતેથી અને મુન્દ્રા સ્થિત બલદેવસિંહ વાળાની પણ ગાંધીધામ ખાતેથી ધરપકડ થઇ હતી.

આયાત દસ્તાવેજોમાં ચેડા કર્યા, તો પણ પકડાઈ ગયા

આ ગેંગે ડીઆરઆઈની તપાસ શરુ થતા ઈ-સિગારેટ વાળા એક કન્ટેનરના કાગળિયામાં પણ શિપરની મદદથી ચેડા કર્યા  હતા, તેમણે પોર્ટ ઓફ ડિસ્ચાર્જ, આયાતકારનું નામ, આયાતી ચીજ વસ્તુના નામ સહીત બધું બદલવાનો પ્રયાસ કર્યા  હતો પણ સતર્ક ડીઆરઆઈએ આ ચાલાકીને કામયાબ થવા દીધી ન હતી.

સુત્રધારના ભુજ સ્થિત બંગલાનો રખેવાળ પણ આયાતકાર

મુખ્ય સુત્રધાર આસિફ સાટીના ભુજમાં આવેલા બંગલાનો કેરટેકર જુમા હમીર હાલેપોત્રા પણ જે.એચ.એન્ટરપ્રાઈસના નામે એક ફાર્મ ચલાવે છે અને તેના નામના આઈઈસી પરથી ઈ-સિગારેટની આયાત કરવામાં આવી હતી. આ સંબંધે કસ્ટમ દ્વારા જે.એચ.એન્ટરપ્રાઈસનો કેસ હાલે ચલાવવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં આર્ડર આવશે.

અગાઉ પણ ૨૬૫ કાર્ટુન ઈ-સિગારેટ મંગાવી હતી

કસ્ટમના સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ આસીફ અને તેની ગેંગ અગાઉ પણ આવા કરતુત કરી ચુકી હતી. તેમણે જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૨માં પણ ૨૬૫ કાર્ટૂન ઈ-સિગારેટના આયાત કર્યા હતા અને તેમાંથી ૨૫૩ કાર્ટૂન વેંચી પણ નાખ્યા હતા. બાકીના ૧૨ કાર્ટૂનમાંથી ૯૬૦૦ ઈ-સિગારેટ ડીઆરઆઈએ ભિવંડીના ગોદામમાંથી જપ્ત કરી હતી.

દિર્ગેશ દેઢિયા ૩ ટકાની લાલચમાં સપડાયો

મુન્દ્રાના દિર્ગેશ ધીરજલાલ દેઢિયાએ પોતાનું આઈઈસી આસિફ સાટીને વાપરવા આપ્યો હતો. બદલામાં ઇનવોઇસ મૂલ્યના ૩ ટકા તેને કમિશન મળતું હતું. આ ડીલમાં તે સપડાયો હતો. જોકે, કસ્ટમના આધિકારિક સુત્રોના કહેવા મુજબ તે ફસાયો નથી. પણ આ દાણચોરીના કૃત્યમાં તેની બરોબર સામેલગીરી હતી.

૨.૯૬ લાખ ઈ-સિગારેટ પકડાઈ

આસિફ સાટી દ્વારા જુદા જુદા નામ હેઠળ મંગાવવામાં આવેલી ફોરેન બ્રાન્ડની ૨,૯૫,૬૦૦ ઈ-સિગારેટ ડીઆરઆઈએ ઝડપી લીધી હતી. આ ઈ- સિગારેટ મંગાવવા માટે આસિફ સાટીએ જે. એચ. એન્ટરપ્રાઈસ, એમ.એમ. એન્ટરપ્રાઈસ અને નિખત એન્ટરપ્રાઈસ નામની ફર્મનો ઉપયોગ કર્યો હતો.

ક્યા નામે કેટલો માલ મંગાવાયો અને કેટલી પેનલ્ટી- ડયુટી ?

પાર્ટી

માલની રકમ

 

પેનલ્ટી-

દંડની રકમ

સ્કાય બ્લુ ઇન્ટરનેશનલ ટ્રેડીંગ કુ.

૬૮,૦૫,૧૪,૯૬૦/-

૪૮,૫૩,૯૩,૧૯૦/-

રાજયોગ એન્ટરપ્રાઈસ

૨૫,૫૩,૭૦,૮૬૮/-

,૧૪,૨૫,૦૮૧/-

એક્ષેમ્પ્લર ટ્રેડીંગ

,૭૧,૦૭,૦૬૮/-

,૬૧,૮૮,૨૪૩/-

હુઆન મિંગ (શાંઘાઈ) લાઈન

--

 ૪,૦૦,૦૦૦/-

કલ્પના એક્ઝીમ, મુન્દ્રા --

--

૩૦,૦૦,૦૦૦/-

જે. એચ. એન્ટરપ્રાઈસ

૪૯,૧૯,૪૬,૭૬૦/-

ઓર્ડર બાકી

એમ.એમ. એન્ટરપ્રાઈસ

૭૨,૫૫,૪૩,૧૩૨/-

ઓર્ડર બાકી

જેવાયએમ ગ્લોબલ ટ્રેડીંગ કુ.

 ૨,૪૪,૨૦,૦૦૦/-

ઓર્ડર બાકી

અદિતિ ટ્રેડીંગ કુ.

,૮૨,૭૫,૬૯૨/-

ઓર્ડર બાકી

નિખત એન્ટરપ્રાઈસ

 ૨,૩૯,૯૦,૪૦૧/-

ઓર્ડર બાકી




કોને કેટલી પેનલ્ટી કસ્ટમે ફટકારી ?

આરોપી

રકમ રૃ.

મોહમદ આસિફ સાટી

૧૩,૧૦,૬૮,૮૩૮/-

દિર્ગેશ ધીરજલાલ દેઢિયા

,૧૪,૪૬,૦૮૧/-

બલદેવસિંહ વાળા (કલ્પના એક્ઝીમ, મુન્દ્રા)

,૦૧,૫૦,૦૦૦/-

મોહમદ તાહિર મેણ

 ૭૭,૦૦,૦૦૦/-

પરવેઝ આલમ

૭૬,૦૦,૦૦૦/-

ગૌરવ સહાય (રોયલ મિનરલ્સ, મુન્દ્રા)

૫૬.૦૦.૦૦૦/-

મોહમદ હનીફ ઈસ્માઈલ કાપડિયા

૫૬,૦૦,૦૦૦/-

સમીર શર્મા (અલ કાર્ગો સર્વિસ), મુંદરા

૪૭,૦૦,૦૦૦/-

સરફરાઝ કામાણી

૪૩,૦૦,૦૦૦/-

વિપિન શર્મા (પી.ઓ. મુન્દ્રા સેઝ)

 ૫,૫૦,૦૦૦/-

૧૮ કન્ટેનર કોના હતા ? શું માલ ડિક્લેર કરાયો હતો અને ખરેખર શું આયાત થઇ હતી ?

 

આયાતકાર

બીઈ/બીએલ/આઈજીએમ પ્રમાણે ડીકલેર માલ

તપાસમાં નીકળેલો ખરેખર માલ

 

નિખત એન્ટરપ્રાઈસ

ફ્લોર ક્લીન મોપ

ઈ-સિગારેટના ૧૨ કાર્ટૂન અને અન્ય માલ

 

એમ.એમ. એન્ટરપ્રાઈસ

હેડ મસાજર

 ઈ-સિગારેટના ૧૦૭ કાર્ટૂન અને હેડ મસાજર, નોટ બુક, હેર સ્ટ્રેઈટનર, સીલીકોન પોપઅપ ટોયસ

 

રાજયોગ એન્ટરપ્રાઈસ

 હોટ વોટર બેગ/ વોટર બોટલ, પ્લાસ્ટિક ક્યુબ

 ફિજેટ કેન ક્યુબ, કાર્ડ અર્લી એજ્યુકેશન ડીવાઈસ, વોટર બોટલ,સ્પીનીંગ ક્યુબ વગેરે.

 

અદિતિ ટ્રેડીંગ કુ.

વેજીટેબલ સ્લાઈસર, ફૂટ પંપ, મોબાઈલ હોલ્ડર, હેર ડ્રાયર

ડાન્સિંગ કેક્ટસ (ટોયસ), વેજીટેબલ સ્લાઈસર, સ્મોલ વોટર બોટલ, ફૂટ પંપ,

 

રાજયોગ એન્ટરપ્રાઈસ

નોટ બુક

 નોટ બુક, રેબિટ પિયાનો, મિકી માઉસ ટ્વીસ્ટર કર, અને અન્ય જાતના બીજા રમકડા

 

સ્કાય બ્લુ ઇન્ટરનેશનલ ટ્રેડીંગ કુ.

 નોટ બુક, બેક કવર, ટેમ્પર્ડ ગ્લાસ નોટ બુક,

 ટેમ્પર્ડ ગ્લાસ/ ટફન ગ્લાસ, બેક કવર, ઇઅર ફોન

 

એક્ષેમ્પ્લર ટ્રેડીંગ

વોટર બોટલ

 કિનોકી ફૂટ પેડ્સ, ડાન્સિંગ કેક્ટસ, ખાલી કાર્ટૂન, વોટર પ્રુફ ટેપ, વોટર બોટલ

 

એક્ષેમ્પ્લર ટ્રેડીંગ

 હેર સ્ટ્રેઈટનર, હેર ડ્રાયર, ટ્રીમર

કેમેઈ હેર ટ્રીમર/ ક્લીપર, કેમેઈ હેર ડ્રાયર અને કેમેઈ હેર સ્ટ્રેઈટનર

 

રાજયોગ એન્ટરપ્રાઈસ

 મસાજર, ફૂટ બ્રશ, બબલ સેન્સર ફિજેટ ટોયસ.

પેડીક્યુર પેડલ/બ્રશ, મેક્ષટોપ મસાજર, વેન્ટીલેશન બેક રેસ્ટ વિથ લંપ સપોર્ટ, મેશ કુશન સપોર્ટ પેડ

 

રાજયોગ એન્ટરપ્રાઈસ

હેર ક્લીપર

 પ્રોફેશનલ હેર ક્લીપર એડજસ્ટેબલ બ્લેડ મેક્ષટોપ

 

અદિતિ ટ્રેડીંગ કુ.

એગ પોચર

 ડાન્સિંગ કેક્ટસ, એગ પોચર / સ્ટીમર, વિવિધ જાતના રમકડા, સ્ટડી બુક, લનગ મશીન

 

સ્કાય બ્લુ ઇન્ટરનેશનલ ટ્રેડીંગ

નોટ બુક

નોટ બુક, ટેમ્પર્ડ ગ્લાસ, હેર સ્ટ્રેઈટનર, ઇઅર ફોન

 

સ્કાય બ્લુ ઇન્ટરનેશનલ ટ્રેડીંગ

હેર ટ્રીમર

 ઇઅર ફોન, હેર સ્ટ્રેઈટનર,

 

સ્કાય બ્લુ ઇન્ટરનેશનલ ટ્રેડીંગ

 પ્લાસ્ટિક ચોકલેટ મોલ્ડ

 પ્લાસ્ટિક પોપઅપ ટોયસ, ડાન્સિંગ કેક્ટસ ટોયસ

 

જેવાયએમ ગ્લોબલ ટ્રેડીંગ

  પ્લાસ્ટિક ચોકલેટ મોલ્ડ

પોપ ઇટ ટોયસ, ડાન્સિંગ કેક્ટસ ટોયસ

 

 જે. એચ. એન્ટરપ્રાઈસ

ફ્લોર ક્લીન મોપ

 ઈ-સિગારેટ, સીલીકોન પોપ ઇટ ટોયસ, એલસીડી રાઈટીંગ પેડ, મોપ, વાયર્ડ હેડ/હેન્ડ મસાજર.

 

સ્કાય બ્લુ ઇન્ટરનેશનલ ટ્રેડીંગ

 હેર ટ્રીમર

 વિવિધ બ્રાન્ડના ઇઅર ફોન, બ્રાન્ડ વગરના ઇઅર ફોન, મોબાઈલ ફોન બેક કવર, આઈ-ફોન / એપલ મોબાઈલ ફોન બેક કવર, હેર ક્લીપર / સ્ટ્રેઈટનર, મેજિક પ્રેક્ટિસ બુક

 

રાજયોગ એન્ટરપ્રાઈસ

નોટ બુક

સેંક મેજિક પ્રેક્ટિસ કોપી બુક, મોપ સ્ક્રેચ ક્લીનીંગ મોપ, કાર્ડ અર્લી એજ્યુકેશન ડીવાઈસ, ડાન્સિંગ  કેક્ટસ કેન સીંગ એન્ડ ડાન્સ, ક્ષિન્ડોન્ગ નેલ ક્લીપર, નેલ ક્લીપર કબી બ્રાન્ડ, ફર સ્ટાર મંકી, આઈ સે વ્હોટ યુ સેઇડ, ગ્યારેટ ઓક્ટોપસ ફર ટોયસ સિરીસ, નેલ કટર / ક્લીપર બેલ બ્રાન્ડ


Google NewsGoogle News