Get The App

મુન્દ્રામાં ટેકનિકલ ગ્રેડ યુરિયાના નામે 60 લાખની ઠગાઈ

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
મુન્દ્રામાં ટેકનિકલ ગ્રેડ યુરિયાના નામે 60 લાખની ઠગાઈ 1 - image


ચાર ઈસમોએ અલગ અલગ ચાર્જ લગાડીને ચુનો ચોપડયો

ભુજ: મુન્દ્રા પોર્ટ ખાતે ટેક્નિકલ ગ્રેડ યુરિયાના નામે ચાર ઈસમોએ ૬૦ લાખની છેતરપિંડી આચરતા આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે આ બનાવમાં અલગ અલગ ચાર્જ પેટે ફરિયાદી પાસેથી ચાર્જ વસૂલીને ઠગાઈ કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ આરોપીઓએ સાથે મળીને ફરિયાદીએ દુબઈથી ઈમ્પોર્ટ કરેલ ટેક્નિકલ ગ્રેડ યુરિયા ૧૨૦ ટન જેની જી.એસ.ટી અને કસ્ટમ ડયુટી સહિત ૪૭૩૫૦૯૧ વાડી મંગાવેલ હોઈ જે કસ્ટમ ક્લિયરન્સ કરવાનું હોવાથી પરાગ દેસાઈ મારફતે અજય રાઠોડનો સંપર્ક કર્યો હતો

જેમાં પરાગ અને જયરાજસિંહ રાણા તેમજ ચિરાગ શાહ સાથે મળીને ફરિયાદી પાસેથી આઈ. જી.એમ.માં સિસ્ટમ તેમજ બી.એલ.માં વજનની અલગ અલગ એન્ટ્રી સુધારવાના ૬૦૦૦૦,તેમજ ડિમાન્ડ ડ્રાફ્ટ ડિપોઝીટ અને ઇન્સ્યોરન્સ પોલિસી પેટે ,સી.એફ.એસ  ચાર્જના ૪.૩૦૦૦૦,લાઇન ડિટેન્સન ચાર્જના ૮.૫૦૦૦૦ સહિત ૧૩,૪૦૦૦૦ ફરિયાદી પાસે મેળવ્યા હતા.તેમ છતાં આજદિન સુધી ૧૨૦ ટન ટેક્નિકલ ગ્રેડ યુરિયા જેની કિંમત ૪૭૩૫૦૯૧ વાળું નહીં આપીને સગેવગે કરી ફરિયાદી સાથે ૬૦,૭૫૦૯૧ની છેતરપિંડી કરી હતી.ગત તારીખ ૨.૮.૨૦૨૩ થી ૧૦.૧.૨૦૨૪ના સમયગાળા દરમિયાન બનાવ બનવા પામ્યો હતો.હરિયાણાના અરુણ પ્રતાપસિંઘ શ્રીરામવિરસિંઘ રાજપુતે મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે


Google NewsGoogle News