મેઘપર કુંભારડીમાં આધેડ ઉપર 6 શખ્શોએ પથ્થરોથી હુમલો કર્યો
મકાન ખાલી કરવા જેવી બાબતે
રાપરની ગજુવાંઢની સીમમાં યુવાન પર ત્રણ શખ્સોનો ધોકા અને ધારિયા વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ
અંજારનાં મેઘપર કુંભારડીમાં ઈદગોર ઝુંપડામાં રહેતા હબીબ હાજી શેખે ફરિયાદ નોંધાવી હતી કે, મકાન આપવા બાબતે ફરિયાદીનાં પરિવારનાં જ આરોપી સબીર હબીબ શેખ, સુલતાન હબીબ શેખ, અફઝલ હબીબ શેખ, સેનાજ અબ્દુલ શેખ, હસીના હબીબ શેખ અને અજીત અબ્દુલ શેખે ફરિયાદીનાં ઘર પર પથ્થરો ફેંકી ફરિયાદીને ઈજાઓ પહોંચાડી હતી તેમજ ફરિયાદીની કારમાં પથ્થર મારી કાંચ તોડી નુકશાન પહોચાડયું હતુ. જેથી ફરિયાદીએ તમામ બે મહિલા સહીત કુલ ૬ શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.તો બીજી બાજુ રાપરનાં ગજુવાંઢમાં રહેતા નાનજીભાઈ મોતીભાઈ કોળીએ ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી આરોપી રામશી મોતીભાઈ કોળી, અભુ હોથી કોળી અને સાથે એક અજાણ્યો શખ્સ ગજુવાંઢ જવાના રસ્તા પર શિવલખા સીમમાં ફરિયાદી પર હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને લાકડાનાં ધોકા અને ધારિયાનાં ઊંધા ઘા મારી ફરિયાદીને ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદીએ ત્રણેય આરોપી વિરુદ્ધ લાકડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.