લાકડીયા નજીક ઇક્કો ટ્રેલરમાં ઘુસી જતા પરિવારનાં 6 લોકોનાં મોત

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
લાકડીયા નજીક ઇક્કો ટ્રેલરમાં ઘુસી જતા પરિવારનાં 6 લોકોનાં મોત 1 - image


મોમાઈમોરા દર્શન કરી પરત ફરતી વખતે નડયો અકસ્માત 

ગાંધીધામ: ક્ચ્છનાં આડેસર નજીક આવેલા મોમાઈમોરા દર્શન કરવા આવેલા પરિવારને કાળનો ચક્ર ભરખી ગયો હતો. લાકડીયા - રાધનપુર નેશનલ હાઇવે પર ઇક્કો કાર અને ટ્રેઈલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇક્કો કારમાં મુસાફરી કરતા ડ્રાઇવર સહીત કુલ ૬ લોકોનાં ઘટના સ્થળ પર મોત થયાં હતા. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ મારફતે નજીકનાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એકની હાલત અત્યંત નાજુક જોવાનું જાળવા મળી રહ્યું છે. 

આ અંગે મળતી માહિતી અનુસાર રાજકોટનાં ગોંડલ રહેતો પરિવાર ઇક્કો કાર ભાડે કરી કચ્છનાં આડેસર નજીક આવેલા મોમાઈમોરામાં દર્શન કરવા આવ્યા હતા. જેમાં દર્શન કરી પરત ફરતી વખતે સામખિયાળીથી રાધનપુર જતા નેશનલ હાઇવે પર લાકડીયા નજીક પરિવારને અકસ્માત નડયો હતો. જેમાં ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રેઈલર સાથે ધડાકા ભેર ઇક્કો કાર ભટકાઈ ગઈ હતી. જેમાં ઇક્કો કારનાં ડ્રાઇવર સહીત કારમાં બેઠેલા ત્રણ મહિલા સહીત કુલ ૬ લોકોનાં ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતું કે ઇક્કો કારનો ડૂચો વળી ગયો હતો.ત્રણ ઘાયલ મુસાફરોને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર અર્થે નજીકનાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક ની હાલત નાજુક હોવાનું જાળવા મળી રહ્યું છે. નેશનલ હાઇવે પર અકસ્માતનાં લીધે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં સમગ્ર ઘટનાની જાણ થતા પૂર્વ કચ્છનાં એસ. પી. સાગર બાગમાર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ લાકડીયા પોલીસ દ્વારા ભારે જહેમત કરી હાઇવેને પૂર્ણ કાર્યરત કરી બચાવની કામગીરી હાથધરી હતી.



Google NewsGoogle News