મોબાઈલ ટાવર નાંખવાના બહાને ખેડૂત સાથે ૬.૪૭ કરોડની ઠગાઇ
- કંપનીના અધિકારીઓની ખોટી ઓળખ આપી ઠગ ટોળકીએ છેતર્યાં
ભુજ, ગુરૃવાર
ભુજ તાલુકાના નારાણપર પસાયતી ગામે રહેતા ખેડૂતને તેમની જમીનમાં ભાડા પેટે રીલાયન્સ જીયો કંપનીનું ટાવર નાખવાની લાલચ આપી દિલ્હી અને સુંદરગઢના છ શખ્સોએ કંપનીના અિધકારીની ઓળખ આપીને રૃપિયા ૬,૪૭,૧૫,૬૦૭ જેટલી માતબર રકમ પડાવી લઇ છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં આરોપીઓ સામે સીઆઇડી ક્રાઇમ બોર્ડર ઝોન ભુજની ઓફિસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી ખેડૂતે નોઇડા સાઉાથ દિલ્હીના અજયંતસિંહ, સંજય સિંદે, સેન્ટ્રલ દિલ્હીના અખિલેશકુમાર શંભુ પાંડેય, ઓરીસા સુંદરગઢ જિલ્લાના નારાણસ્વામી રેડ્ડી, માસી ચરણ તોપનો, ઇફ્રીમ લાકા નામના ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. બનાવ ગત ૧ જાન્યુઆરી ૨૦૧૮થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન બન્યો હતો. ગત જાન્યુઆરી ફેબ્આરી ૨૦૧૮ દરમિયાન ફરિયાદીને તેમના ફોન નંબર પર મેાથ લાઇફ ઇશ્યોરન્સ દિલ્હીથી ગોવિંદકાંત નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફરિયાદીને જણાવ્યું હતું કે, અમારી કંપનીમાંથી પોલીસી લેશો તો, પોલીસી ઉપર તમને તમારી જમીન પર જીયો કંપનીનું ટાવર લગાવી આપશું જેાથી ફરિયાદીએ ૨,૭૦ લાખની પોલીસી લીધી હતી. બાદમાં જીયો કંપનીનું ટાવર લગાવવા માટે અઢી લાખની માગણી કરતાં ફરિયાદીએ ના કહી દીધી હતી. અને પોલીસીના રૃપિયા પરત લઇ લીધા હતા. બાદમાં એક અજાણ્યા ફોન નંબર પરાથી ફરિયાદીને ફોન આવ્યો હતો. અને પોતે જીયો કંપનીના અિધકારી જયંતસિંહ હોવાનું જણાવીને તમારી જમીન પર જીયો કંપનીનું ટાવર લગાવવું છે. દર મહિને ૩૦થી ૩૫ હજાર ભાડુ મળશે અને ૧૫ વર્ષનું એગ્રીમેન્ટ બનાવવું પડશે તે જણાવી ફરિયાદીની જમીનના ૭(બાર) ૮અ મુજબના દસ્તાવેજો મંગાવીને જમીન પર ચાર જીયોના ટાવર લગાવવા પડશે તેમ કહી એક ટાવરના અઢી લાખ તેમજ ટાવરના રેન્જ મશીન ખર્ચ, ટ્રાન્સ્પોર્ટેશન ખર્ચ, આઇડી રેન્જ મશીન ખર્ચ સહિત અલગ અલગ ખર્ચ પેટે રકમ ભરવાનું કહ્યું હતું. જેાથી ફરિયાદીએ મિત્રો પાસેાથી ઉછીના પોતાની જમીન પર લોન લઇ ઘરના સોના-ચાંદીના ઘરેણા લોન લઇ તેમજ ફરિયાદીએ તેમની પત્ની પ્રેમબાઇના નામે આવેલી જમીન વેચીને અંદાજે રૃપિયા ૬,૪૭,૧૫,૬૦૭ જેટલી રકમ જીયો ટાવર નાખવા માટે ભરી દીધી હતી. રૃપિયા ભર્યા અંગે પુરાવા તરીકે રીલાયન્સ જીયો ઇન્ફોકોમ લી.ના લેટર પેડ સહિ સિક્કા સાથેની રીસીપ્ટ ફરિયાદીને ઇમેઇ આડી અને વોટ્સએપ આરોપીઓએ મોકલી આપી હતી. પરંતુ આજ દિવસ સુાધી જીયો કંપનીના ટાવર કંપની દ્વારા લગાવવામાં ન આવતાં ફરિયાદીએ રૃપિયા પરત મેળવવા અવાર નવાર કંપનીનો સંપર્ક કર્યો હતો. પરંતુ કોઇ રીપ્લાય ન મળતાં આખરે જીયો કંપનીના અિધકારી તરીકેની ખોડી ઓળખ આપનાર આરોપીઓ વિરૃાધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.