પ્રમુખસ્વામી મહારાજની દીક્ષા દિવસના પ્રસંગે 58 પાર્ષદોને ભાગવતી દીક્ષા અપાશે
ભારત, અમેરિકા અને યુ કે સહિતના દેશના યુવકો પાર્ષદ બાદ હવે સાધુ થશે
બે દિવસ પહેલા 43 યુવકોને પાર્ષદી દીક્ષા અપાઇ હતી
(File photo) અમદાવાદ,
પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવમાં મંગળવારે પ્રમુખસ્વામી મહારાજની દીક્ષા દિવસના પ્રસંગે જ 58 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવશે. આ સાથે બીએપીએસમાં સાધુઓની સંખ્યા 1200થી વધારે થશે. ભાગવતી દીક્ષા બાદ તમામને બીએપીએસમાં મહંત સ્વામી અને વરિષ્ઠ સંતોની સુચના મુજબની જવાબદારી સોંપવામાં આવશે. મંગળવારે પ્રમુખ સ્વામી મહારાજનો દીક્ષા દિવસ છે . ત્યારે પ્રમુખસ્વામીનગરમાં આ પ્રસંગે મહંત સ્વામીના હસ્તે 58 પાર્ષદોને ભાગવતી દીક્ષા અર્પણ કરીને સાધુનું પદ આપવામાં આવશે. ખુબ ઉચ્ચ કક્ષાનો અભ્યાસ ધરાવતા આ યુવા પાર્ષદોની દીક્ષા પ્રસંગે તેમના પરિવારજનો અને સ્નેહી જનો ખાસ ઉપસ્થિત રહેશે. પાર્ષદી દીક્ષા લીધા બાદ અનેક વર્ષો સુધી વિવિધ સેવા આપ્યા બાદ તેમને ભાગવતી દીક્ષા આપવામાં આવે છે. આ પહેલા તેમને સંસ્કૃત, અગ્રેજી અને વિવિધ વિષયોમાં જ્ઞાનની સાથે સામાજીક અને આધ્યાત્મિક સેવાના અભિગમ સાથે તૈયાર કરાયા હોય છે. આમ હવે બીએપીએસમાં સાધુઓની સંખ્યા 1200થી વધુ થશે.