Get The App

રાપરમાં નડતરરૂપ 40 કંતાનો દુર કરી સીસીટીવી કેમેરા ખુલ્લા કરાયા

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
રાપરમાં નડતરરૂપ 40 કંતાનો દુર કરી સીસીટીવી કેમેરા ખુલ્લા કરાયા 1 - image


રાપર પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી

દુકાનોની આગળની નડતરરૂપ સામાન ન ગોઠવવા વેપારીઓને તાકિદ, ઝુંબેશ દરમિયાન વાહન ચાલકો દંડાયા, ડીટેઈન સહિતની કામગીરી કરાઈ

ભુજ: વાગડના મુખ્યમથક રાપર શહેરની બજારમાં લાગેલા સીસીટીવી કેમેરા માટે નડતરરૂપ કંતાનોને આજે પોલીસ અને નગરપાલિકાએ સંયુક્ત કામગીરી હાથ ધરીને દુર કરી હતી અને ભવિષ્યમાં આવી રીતે કંતાનો ન લગાવવા તાકિદ કરી હતી. વધુમાં આડેધણ દબાણોને લઈને પણ વેપારીઓને ચેતવ્યા હતા.

રાપરમાં લાગેલા સીસીટીવી કેમેરાના રેકોર્ડમાં અડચણો સમાન મુખ્ય બજારોમાં વેપારીઓએ છાંયડો બનાવવા માટે કંતાનોની નડતરરૂપ આડશ આજે રાપર પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ઝુંબેશ હાથ ધરી દુર કરવામાં આવી હતી. આ અંગે રાપર પીઆઇ જે.બી.બુબડીયા પીએસઆઇ પી.એલ.ફણેજા ચીફ ઓફિસર રવાજી જાડેજા ટ્રાફિક શાખાના મુકેશસિંંહ રાઠોડ નગરપાલિકાના ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત પોલીસ અને નગરપાલિકા ના કર્ર્મચારીઓએ કામગીરી હાથ ધરી હતી.  જેમાં નડતરરૂપ ચાલીસથી વધુ કંતાનો દુર કરવા મા આવ્યાં હતા તો ટ્રાફિક ને નડતર રૂપ વાહનો તથા વેપારી દ્વારા રોડ પર ગોઠવવામાં આવેલ સામાન ને નડતર રૂપ ન રાખવા ચેતવણી આપવામાં આવી હતી.

છ વર્ષથી લાગેલા સીસીટીવી કેમેરાને શરૂ કરવા માટે નગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ ફાળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું ચીફ ઓફિસર રવાજી જાડેજા એ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જો હવે થી કોઈ પણ વેપારી દ્વારા સીસીટીવી કેમેરા ને નડતરરૂપ કંતાનો કે આડશ ઉભી કરશે તો આકરો દંડ ફટકારવામાં આવશે. આજે રાપર પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત કામગીરી દેના બેંક ચોક સલારી નાકા ભુતિયા કોઠા રોડ મેઈન બજાર માલી ચોક એસટી રોડ સહિતના વિસ્તારોમાં કામગીરી કરી હતી. ઝુંબેશ દરમ્યાન પોલીસ દ્વારા એન.સી૧૧ દ્વારા ૪૨૦૦/= નો દંડ ફટકાર્યો હતો અને ત્રણ વાહનો ડીઈટેન કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૩૮ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાપર નગરપાલિકા અને પોલીસ દ્વારા રાપર શહેરમાં નડતરરૂપ કંતાનો દુર કરી સીસીટીવી કેમેરા ખુલ્લા કરવામાં આવ્યા હતા.


Google NewsGoogle News