મીઠીરોહરની ખાનગી કંપનીમાંથી કોપર કોયલ ચોરી કરનાર 4 શખ્સો ઝડપાયા
૬૫ હજાર કિંમતની ૧૦૦ કિ.ગ્રામ સાથે એક બાઈક કબ્જે કરાઈ
ગાંધીધામ: ગાંધીધામનાં મીઠીરોહરની સીમમાં આવેલી ખાનગી કંપનીનાં પ્લોટમાંથી કોઈ અજાણ્યા શખ્સો કોપર કેબલની ચોરી કરી ગયા હતા. જે બનાવમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલી ચોરી કરનાર ૪ શખ્સોને ચોરી કરેલા ૬૫ હજારની કિંમતનાં કોપર કોયલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બે આરોપી પોલીસને હાથ આવ્યા ન હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામનાં મીઠીરોહરની સીમમાં આવેલી કોટેશ્વર ઇન્ડસ્ટ્રીઝનાં ખુલ્લા પ્લોટમાં થયેલી ચોરીનો ભેદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઉકેલી લીધું હતું. જેમાં પોલીસે કંપનીનાં ખુલ્લા પ્લોટમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફરમનાં ૩૨૫ એમપિયરમાંથી ઓઈલ અને કોપરની કોયલની ચોરી કરનાર હાજી ભચુભાઈ નાગડા, જુણેસ હકીમભાઈ પરિટ, મુબારક ભચુભાઈ નાગડા અને આરીફ ઈબ્રાહીમ પરિટ (રહે. તમામ નાની ચિરઈ ગાંધીધામ)ને ગાંધીધામનાં જી આઈ ડી સી વિસ્તારમાં બાવળોની ઝાડીમાંથી ૧૦૦ કિ. ગ્રામ કોપરની કોયલ જેની કિંમત રૂ. ૬૫,૦૦૦ સાથે ઝડપી પાડયા હતા.તેમના પાસે બાઈક નં જીજે ૧૨ ઈસી ૯૦૩૬ સહીત કુલ ૯૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જ્યારે આરોપી અઝરૂદિન હિંગોરજા (રહે. વરસાણા અંજાર) અને તેનો મિત્ર પોલીસને હાથ આવ્યા ન હતા. જેથી પોલીસે તેમને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.