ગાંધીધામમાં વાહનો ચોરી કરતી ટોળકીનાં 4 શખ્સો ઝડપાયા
ચોરી કરેલા ૭ વાહનો કબ્જે કરાયા
ગાંધીધામ: ગાંધીધામનાં મહેશ્વરીનગર અને નવી સુંદરપુરી વિસ્તારમાંથી વાહનો ચોરી કરતા ટોળકીનાં ૪ શખ્સોને પોલીસે ચોરી કે છળકપટથી મેળવેલા ૭ વાહનો સાથે ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે ૭ વાહનો કબ્જે કરી ગાંધીધામ, મુન્દ્રા અને ભચાઉમાં નોંધાયેલા બાઈક ચોરીનાં ત્રણ ગુનાનો પણ ભેદ ઉકેલી લીધું હતું.
ગાંધીધામ, મુન્દ્રા અને ભચાઉમાં થયેલી બાઈક ચોરીનો ત્રણ ગુનાનો ભેદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ઉકેલી લીધું હતું. જેમાં પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી ટુ - વ્હીલર વાહનો ચોરી કરતી ટોળકીનાં ચાર શખ્સોને પોલીસે ગાંધીધામનાં મહેશ્વરીનગર અને નવી સુંદરપુરી વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા. જેમાં આરોપી ૨૦ વર્ષીય અરૂણ રાજેશભાઈ કુંવરીયા (રહે. મહેશ્વરીનગર ગાંધીધામ), ૫૦ વર્ષીય અનીલ ચંદુભાઈ સથવારા, ૩૫ વર્ષીય કનૈયાલાલ ઉર્ફે ડાનો દાસભાઈ સથવારા અને ૨૨ વર્ષીય શની નાનુભાઈ સમેચા (રહે. ત્રણેય નવીસુંદરપુરી ગાંધીધામ)ને ચોરી કે છળકપટથી મેળવેલી કુલ ૭ વાહનો સાથે ઝડપી પાડયા હતા.જેમાં પોલીસે સ્કૂટી નં.જીજે-૧૨-ડીસી-૧૧૨૫, બાઈક નં.જીજે-૧૨-ઈડી-૮૯૦૩, બાઈક નં જીજે-૦૧-એનડી-૪૭૮૧, બાઈક નં.જીજે-૧૨-ડીજે-૪૪૦૩, બાઈક નં. જીજે-૧૨-સીએસ-૭૫૦૨, અને બે નંબર પ્લેટ વગરની બાઈક સહીત કુલ ૭ વાહનો આરોપીઓ પાસેથી પોલીસે કબ્જે કર્યા છે.