Get The App

માધાપરમાં બોગસ દવાખાનું અને મેડિકલ સ્ટોર ચલાવતા તબીબ સહિત ત્રણ પકડાયા

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
માધાપરમાં બોગસ દવાખાનું અને મેડિકલ સ્ટોર ચલાવતા તબીબ સહિત ત્રણ પકડાયા 1 - image


ડિગ્રી કે લાયસન્સ વિના દર્દીઓને દવાખાનામાં દાખલ પણ કરતા હતા

નકલી ડોક્ટરે દવાખાનાની સામે જ પત્નીના નામે મેડિકલ સ્ટોર પણ ખોલ્યો એલસીબીએ દરોડો પાડીને અલગ અલગ દવાઓનો જથ્થો જપ્ત કર્યો

ભુજ: માધાપર નવાવાસ ખાતે પટેલ ઈંગ્લિશ સ્કૂલની બાજુમાં આરતી ક્લીનીક નામે બોગસ દવાખાનું અને યંશ નામે બોગસ મેડીકલ સ્ટોર ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબ સહિત ત્રણ શખ્સને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયા હતા. તપાસમાં કોરોના કાળ પૂર્વેથી હાર્ટ, ટીબી, ડગ્યુ, ડાયાબીટી સહિતના દર્દોની સારવાર કરતો હતો. પોલીસે સ્થળ પરથી દવાઓનો જથ્થો કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી. 

પ્રાપ્ત વિગતો મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોમવારની રાત્રે માધાપર નવાવાસ ખાતે પટેલ ઈંગ્લિશ સ્કૂલની બાજુમાં ડો.જગદીશ રાજારામ પટેલ આરતી ક્લિનીક નામના દવાખાનામાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન માધાપરના હર્ષલપાર્ક ગ્રીન સીટીમાં રહેતા ડોકટર જગદીશ જગદીશ રાજારામ પટેલ પટેલની પુછપરછ કરતા તેણે પોતાની પત્ની આરતીના નામે આરતી ક્લીનીક દેવાખાનું માત્ર અનુમાન અને અનુભવના આધારે જુદા જુદા દર્દીઓને દાખલ કરીને એલોપેથિક દવાઓ આપવાનું ઇન્જેકશન તેમજ બાટલા ચડાવવા અને બ્લડ સેમ્પલ લઇને લેબોરેટરી મોકલવાનું કામ કરતો હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. પોતાની પાસે ડોકટરના સર્ટીફીકેટ, ડીગ્રી કે લાયસન્સ નથી તેમજ દવાઓ બાબતે પુછપરછ કરતા તેણે દવાખાનાની સામે દેવ કોમ્પલેક્ષમાં આવેલ અંશ મેડિકલ સ્ટોર છે જે તેમના પત્નીના નામે ચલાવતા હોવાનું જણાવતાં પોલીસે મેડીકલ સ્ટોરમાં તપાસ કરતાં ત્યાંથી માધાપરમાં જ ગ્રીન સીટીમાં રહેતા મહેન્દ્ર જગદીશભાઇ પટેલ નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. જેની પાસે જેની પાસે મેડીકલ સ્ટોર ચલાવવા લાયસન્સની માગણી કરતાં તેની પાસે ભુજના અપના નગરમાં રહેતા નઇમ આલમ સમાના નામે લાયસન્સ હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન મેડીકલ સ્ટોરમાં લાકડાની આડસ પાછળ બે દર્દીઓ ખાટલામાં સુતા હતા તેને બાટલાઓ દ્વારા દવા અપાઇ રહી હતી.  પોલીસે નદીમ પાસે મેડીકલ સ્ટોર ચલાવવા બાબતે લાયસન્સ માંગતા મળી આવ્યું ન હતું. જેથી ગેરકાયદે રીતે દવાખાનુ, મેડીકલ સ્ટોર ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા સબબ બોગસ ડોકટર જગદીશ રાજારામ પટેલ, બોગસ રીતે મેડીકલ ચલાવનાર નઇમ આલમ સમા અને મહેન્દ્ર અશોકભાઇ પટેલ સહિત ત્રણેયની અટકાયત કરીને આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.


Google NewsGoogle News