માધાપરના ખેડૂત ભાઇઓ સાથે ખારેકનો સોદો કરી 3.30 લાખની ઠગાઇ
માધાપરના જ આરોપીએ સુરતના વેપારીને માલ વેચી મારી નાણા ન આપ્યા
ભુજ: માધાપરના ખેડૂત બે ભાઇઓ પાસેથી ગામના જ આરોપીએ ખારેકનો સોદો કરી તે ખારેક સુરતના વેપારીને વેચી મારી નાણા ન આપીને રૂપિયા ૩,૩૦,૨૪૯ની છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં આરોપી વિરૂધ્ધ માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
માધાપર નવાવાસમાં રહેતા અને પુરાસર રોડ પર શ્રી રામ ફાર્મ નામે વાડી ધરાવતા કિશોર ખીમજીભાઇ હિરાણી નામના ખેડૂતે માધાપર જુનાવાસમાં રહેતા આરોપી મોહમદસાહિલ ઇશાક ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. બનાવ ગત જુલાઇ ૨૯ અને ૩૧ દરમિયાન ફરિયાદીની વાડી પર બન્યો હતો. આરોપીએ ફરિયાદી પાસેથી અને ફરિયાદીના ભાઇ વાલજીભાઇ પાસેથી ખારેકનો સોદો કર્યો હતો. અને તે ખારેક સુરતના બાબુભા ગુલામહુશેન એન્ડ કંપનીના વેપારીને વેચી દીધો હતો. ત્યાર બાદ ખારેકના રૂપિયા આપવાના વાયદાઓ કરીને ફરિયાદીના રૂપિયા ૧,૯૪,૬૦૮ અને ફરિયાદીના ભાઇ વાલજીભાઇના રૂપિયા ૧,૩૫,૬૪૧ મળીને કુલે રૂપિયા ૩,૩૦,૨૪૯ ન આપી આરોપીએ વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી. માધાપર પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.