Get The App

સરહદી જિલ્લામાં ‘લવ જેહાદ’નું દૂષણ: પશ્ચિમ કચ્છમાં 7 મહિનામાં 26 સગીરાના અપહરણ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
Love-Jihad


Gujarat Love Jihad News : ગુજરાત રાજ્ય ભરમાં લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે. તેની સાથે કચ્છમાં પણ વિધમઓ દ્વારા સગીર કન્યાનોનું અપહરણ કરવાના બનાવો ખુબ પ્રમાણમાં વધ્યા છે. છેલ્લા સાત માસમાં જ પશ્ચિમ કચ્છમાંથી 21 સગીરાઓના અપહરણ કરાયાના કિસ્સોઓ પોલીસ ચોપડે ચડયા છે. જો કે, જે પૈકી 14 સગીરાઓની પરત લઇ આવવામાં પોલીસને સફળતા મળી છે. તો, માત્ર જુલાઇ માસમાં ચાર સગીરા સહિત પાંચ મહિલાઓના અપહરણ થયા હતા. જે પૈકી પાંચ સગીરાઓને આરોપીઓના ચુંગલમાંથી પોલીસે છોડાવીને ભોગબનારને તેના વાલીઓને સોંપી સરાહનીય કામગીરી કરી છે. 

સગીર કન્યાના લચાવી ફોસલાવી અપહરણ કર્યા બાદ દુષ્ક્મ કરવાના કિસ્સોઓ વધી જતાં અને તેમાય વિધમ યુવકો દ્વારા સગીરાને ફાસાવાઇ હોવાનું સામે આવતાં આ દુષ્ણને અટકાવવા પશ્ચિમ કચ્છ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સઘન તપાસ તેજ કરી હતી. જેમાં ભુજ, માંડવી, માધાપર, નખત્રાણા પોલીસ મથકે દાખલ થયેલ અપહરણના કેસમાં આરોપીઓને ઝડપી પાડયા છે. જેમાં ગત 19 મેના માંડવી પોલીસ મથકના દાખલ થયેલ પોક્સોના કેસમાં માંડવીના બાગ ગામે રહેતા રજાક સિધિક સુમરાને પકડી પાડી તેના કબજામાંથી સગીર કન્યાને છોડાવી હતી.

ભુજ શહેર પોલીસ મથકના 31 મેના રોજ દાખલ થયેલા અપહરણ દુષ્કર્મ કેસમાં ભુજના બીએસએફ કેમ્પ પાછળ માલધારી નગરમાં રહેતા અભુભખર રમજુ સુમરાને પકડી પાડી તેના કબજામાંથી સગીરાને છોડાવી હતી. માધાપર પોલીસ મથકે 23 જુનના નોંધાવાયેલ અપહરણ દુષ્કર્મ કેસમાં આરોપી ઓસમાણ ગની સુલેમાન અભડા રહે ભખરીયાને સગીરા સાથે ઝુરા ગામના જંગલ વિસ્તારમાંથી પકડી લઇ સગીરાને મુક્ત કરાવી હતી. તો, 23 જુનના સગીરાનું અપહરણ કરી જવાના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે સુખપરના આરોપી સલીમ અબ્દુલ જુણેજાને છેક બિહાર રાજ્યના પંચકોકડી વિસ્તારમાંથી દબોચી લીધો હતો.

પશ્ચિમ કચ્છ પોલીસ સાદા વેશમાં રહીને કરીયાણા, સાકાભજી, મોબાઇલની દુકાનો પર વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી સલીમ પોલીસના હાથે ચડી ગયો હતો. આરોપીના કબ્જામાંથી સગીરાને મુક્ત કરાવી હતી. તે ઉપરાંત નખત્રાણા તાલુકાના કોટડા જડોદરની પરિણીત મહિલાને ભગાડી જનારા ઘડાણી ગામના આરોપી અનવર મામદ નોતિયારને પકડી પાડયો હતો. આમ પશ્ચિમ કચ્છ પોલીસની વિવિધ ટીમોએ અપહરણ દુષ્કર્મના અલગ અલગ બનાવોમાં પાંચ સગીર કન્યાઓને બચાવી આરોપીઓ વિરૂધ કાર્યવાહી કરી હતી. 

18 માસમાં 391 અપહરણ, ગુમ નોંધના બનાવ નોંધાયા 

પશ્ચિમ કચ્છમાં 2023 દરમિયાન 18 વર્ષથી ઉપરની ઉમરની 203 છોકરીઓના અપહરણ થયા હતા. જે પૈકી 177 પરત મળી આવી હતી. જ્યારે 24 હજુ ગુમ છે. તો, 43 સગીર કન્યાઓનું અપહરણ થયું હતું. જેમાં પોલીસ 43ને શોધી કાઢવામાં સફળ બની હતી. 2024ના જાન્યુઆરીમાં 18 વર્ષથી ઉપરની 13 કન્યાઓનું અપહરણ થયું હતું. જેમાં નવ મળી આવી હતી. જ્યારે 4 બાકી છે. ફેબ્રુઆરીમાં 18 છોકરીઓનું અપહરણ થયું હતું. જેમાં એક જ પરત મળી છે. માર્ચમાં 24માંથી 18 પરત આવી છે. જ્યારે છ બાકી છે. એપ્રિલ માસમાં 15માંથી 11 પરત મળી છે. જ્યારે ચાર હજુ બાકી છે. મે માસમાં 22 છોકરીઓના અપહરણ થયા હતા. જેમાંથી 17ને શોધી કાઢવામાં આવી હતી. જ્યારે પાંચ હજુ લાપતા છે.

જ્યારે જુન માસમાં 22માંથી 13 જ છોકરીઓ મળી આવી છે. જ્યારે નવ હજુ બાકી છે. જ્યારે 14થી 18 વર્ષ અંદરની સગીરાઓમાં જાન્યુઆરી માસમાં 4નું અપહરણ થયું હતું. એમાંથી એક પરત આવી છે. ફેબ્રુઆરી માસમાં એક સગીરાનું અપહરણ થયું હતું. તો ,માર્ચ માસમાં ત્રણ જેમાંથી એક પરત આવી હતી. એપ્રિલ માસમાં 6 સગીરાનું અપહરણ થયું હતું. જેમાં 4 મળી આવી હતી. મે માસમાં એકનું અપહરણ થયું હતું. જેને પરત લાવવામાં આવી હતી. જુનમાં સાત સગીરાઓનું અપહરણ થયું હતું. જે પૈકી ત્રણને મુક્ત કરાઇ જ્યારે 4 સગીરાઓ બાકી છે. જુલાઇ માસની નવ તારીખ સુધી ચાર સગીર કન્યાઓના અપહરણ થયા હતા. જેમાંથી એક પરત મળી આવી હતી. 

સુખપરનો આરોપી સગીરાને બિહાર લઇ ગયો હતો

ભુજ નજીકના મીરજાપર ગામેથી 16 વર્ષની સગીર કન્યાનું અપહરણ સુખપરનો આરોપી બિહારના પંચકોકડી ગામે લઇ જઇને એક રૂમમાં ગોંધી રાખી હતી. અને પોતે વેલ્ડીંગના કામમાં લાગી ગયો હતો. 

સુખપરના આરોપીના છકડામાં ભુજ ક્લાસીમાં સગીરા આવતી હતી

ભોગ નાર સગીરા સુખરના સલીમ સાથે ભુજ ક્લાસીસ માટે આવતી હતી. ત્યારે બન્ને વચ્ચે મોબાઇલ ફોન નંબરની આપલે થઇ હતી. જેમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીધા બાદ લગ્નની લાલચે અપહરણ કરી ગયો હતો. 

સગીરાઓ કઇ રીતે ફસાય છે

સગીરાઓના અપહરણના કિસ્સામાં મોટા ભાગે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય કેળવ્યા બાદ ફોટા નંબરની આપલે, તેમજ આરોપીઓ સગીરાને મોબાઇલ ફોનના રિચાર્જ કરી આપી નીકટતા કેળવીને સાથે ફોટા પડાવી લઇ સબંધ રાખવા મજબુર કરે છે. સગીરાઓનું અપહરણ કરી જાય છે.

રાજસ્થાનથી મહિલાનું અપહરણ કરનાર આરોપી ભુજથી પકડાયો

રાજસ્થાનના જુરહરા પોલીસ સ્ટેશનમાં 29 જુનાના નોંધાયેલા અપહરણના કેસમાં પુક્ત વયની મહિલાને ભાગીને ભુજ આવેલા આરોપી સોયેબ ખરશીદ મીરાશી રહે જુરહરા તાલુકો કામા રાજસ્થાનવાળાને પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડયો હતો.


Google NewsGoogle News