ગાંધીધામમાં શેરમાર્કેટમાં રોકાણના નામે યુવાન સાથે 22.38 લાખની ઠગાઈ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
ગાંધીધામમાં શેરમાર્કેટમાં રોકાણના નામે યુવાન સાથે 22.38 લાખની ઠગાઈ 1 - image


૨૨.૩૮ લાખનાં ૬૯ લાખ થઇ જતા વધુ ૬ લાખ ભરવાનું કહેતા યુવાનને છેતરપિંડીની જાણ થઇ 

ગાંધીધામ: પૂર્વ કચ્છમાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં દિનપ્રતિ દિન વધારો થઇ રહ્યો છે. અવાર નવાર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિનાં કાર્યક્રમ યોજી લોકોને આ અંગે જાગૃત કરી રહી છે, છતાં પણ કેટલાક લોકો વધુ નફાની લાલચમાં આવી આ સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. જેમાં ગાંધીધામનાં શિણાયનો યુવાન સાયબર ક્રાઇમનો ભોગ બન્યો હતો. યુવાનને શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરાવી વધુ નફો કમાવવાની લાલચ આપી યુવાન પાસેથી અલગ અલગ ટ્રાન્જેકશન મારફતે અજાણ્યા શખ્સે કુલ ૨૨.૩૮ ટ્રાન્સફર કરાવી લેતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી.

મૂળ જામનગર જોડિયાના હાલે ગાંધીધામનાં શિણાયમાં રહેતા અને ખાનગી કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરતા ૪૩ વર્ષીય દિપેશ જ્યંતિલાલ સાંયલાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદી ફેડરેટેડ તેર્મ્સ નામની આંતરરાષ્ટ્રીય ઈક્વિટી ફંડ મેનેજ કરતી વોટસઅપ લાક દ્વારા આયોજીત શેર માર્કેટ અંગેનાં લાઈવ ઓનલાઈન ટ્રેનીંગ લેતા હતા. ઓનલાઈન ક્લાસમાં તેમની સાથે કોટક મહિન્દ્રાના ટોચના અધિકારી 'પંકજ ટીબીરેવાલ સહિતના વ્યક્તિઓ જોડાયેલા હતા. ફરિયાદીને વિશ્વાસ આવી જતા એક વ્યક્તિએ પોતાનો પરિચય અંકિત મિશ્રા તરીકે આપી પોતાને આસીસ્ટન્ટ ગણાવી શેરમાર્કેટમાં રોકાણ કરવાથી ખુબ જ આથક લાભ થશે તેવી લાલચ આપી હતી. જેમાં અંકિતે ફરિયાદીને એક લીંક મોકલાવી એફએચટી નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી સારો નફો મળશે તેવી લાલચ આપી હતી. જેમાં વધુ નફો કરવાની લાલચમાં આવી ફરિયાદીએ અલગ અલગ ટ્રાન્જેકશન મારફતે ૨૨.૩૮ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જે રકામના નફા પેટે ૨૨ લાખના રૂ. ૬૯,૯૮,૯૨૨ રૂપિયા થઈ ગયા હતા. જે બાદ આ રકમ ઉપાડવી હોય તો પહેલા ૬.૮૩ લાખ જેટલી રકમ ટેક્સ ભરવાનું આરોપીએ જણાવતા ફરિયાદીને શંકા ગઈ હતી અને તેમણે વધારાની રકમ જમા કરાવી ન હતી અને તપાસ કરતા ફરિયાદીને પોતાના સાથે ઠગાઇ થયું હોવાનું સામે આવતા ફરિયાદીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ આદિપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.


Google NewsGoogle News