પૂર્વ કચ્છમાં 5 દરોડામાં જુગાર રમતા 21 શખ્સો ઝડપાયા
રૂ. ૬૯,૮૭૦ સાથે બે મોબાઈલ ફોન અને એક ઇક્કો કાર સહીત કુલ રૂ. ૨,૭૯,૮૭૦નો મુદ્દામાલ કબ્જે કરાયો
ગાંધીધામ: પૂર્વ કચ્છમાં રમાતી જુગાર પર પોલીસે જુદી જુદી ૫ જગ્યા પર દરોડો પાડી જુગાર રમતા ૨૧ શખ્સોને રોકડા રૂ. ૬૯,૮૭૦ નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. જેમાં બે મોબાઈલ ફોન અને એક ઈક્કો કાર સહીત કુલ ૨,૭૯,૮૭૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર ભચાઉનાં સુખપરમાં દરબાર વાસની શેરીમાં રમાતી જુગાર પર દુધઈ પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૫ શખ્સોને રોકડા રૂ. ૨૫,૪૫૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. રાપરનાં કિડીયાનગરમાં ચોક પાસે ઓટલા પર રમાતી જુગાર પર ગાગોદર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૩ શખ્સોને રોકડા રૂ. ૧૦,૪૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.રાપરનાં ગાગોદરમાં ભરવાડ ચોક પાસે રમાતી જુગાર પર ગાગોદર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં જુગાર રમતા ૪ શખ્સોને રોકડા રૂ. ૧૦,૨૨૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગાંધીધામનાં મહેશ્વરી નગર ઝુંપડામાં ચામુંડા માતાજીનાં મંદિર પાસે રમાતી જુગાર પર બાતમી આધારે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૩ શખ્સોને રોકડા રૂ. ૧૧,૩૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. રાપરનાં ભીમાસર ગામની ખેડુકાવાંઢ તરફ જતા રસ્તાની બાજુમાં સીમમાં બાવળોની ઝાડીમાં રમાતી જુગાર પર આડેસર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૬ શખ્સોને રોકડા રૂ. ૧૨,૪૫૦ સાથે બે મોબાઈલ ફોન અને એક ઈક્કો કાર નં જીજે ૧૨ એફઈ ૯૧૩૩ સહીત કુલ રૂ. ૨,૨૨,૪૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.